________________
હિંદીમહાસાગરનુ` રાષ્ટ્રમ’ડળ અને આફ્રિકાનું ઉત્થાન
૬૬૯
સુધી આ ખ'ડની આસપાસ તે ખંડના ટુકડે ટુકડા કરીને દરેક પર યુરોપની એક કે ખીજી શાહીવાદી સરકારે પોતપેાતાનું સામ્રાજ્ય કાતરી કાઢયા પછી, પેાતાના દરેક ટુકડાને અથવા પરાધીન પ્રદેશને તેની આસપાસ નાકાબંધીના પ્રતિબધાના સ્વરૂપવાળી દિવાલા ચણી તે જગતને આ ખંડથી આજસુધી અણજાણ રાખ્યું, તથા આ ખંડના દેશને જગત સાથે સંબંધમાં આવવા દીધા નથી. આ રીતે આ સામ્રાજ્યવાદી યુરોપીય ઘટનાએ આ ખડના પ્રદે શાનું પોતાને મન ફાવે તેમ શાષણ કર્યા કર્યુ.
પરન્તુ આજે, એકમેકને અડીને ઉભેલા, એકજ જાતની યાતનાઓના અનુભવવાળા, તથા ગુલામીનાં પિડાનેામાંથી પસાર થએલા, એશિયા અને આફ્રિકા નામના બે ખંડી પોતાની ભૌગાલિક આર્થિક, રાજકીય અને નૈતિક સમીપતા પિછાણવા માંડયા છે. આજે ભારત દેશના માનવ સમુદાયાને ભુંગાળનું ભાન પહેલીવાર થાય છે, કે આફ્રિકા ખંડ આપણા હિંદી મહાસાગરના રાષ્ટ્ર મંડળ સાથે ખભે ખભા અડાડીને ઉભા રહેલા, ભારત ભૂમિના બાંધવખંડ છે. આજે આ અંતે ખડા આવતી કાલના ઉજ્જવળ ઇતિહાસ રચવા માટે વિમુક્તિની હિલચાલને આંતરરાષ્ટ્રિય ઐતિહાસિક કાર્યક્રમ ધારણ કરે છે. આ કાર્યક્રમમાં આખા એશિયા ખંડા ભેરૂબાંધવ આફ્રિકાખંડ છે. આ ખંડ, એશિયાના ભૌગોલિક રીતે, પડેાશી છે એટલું જ નહીં પરન્તુ જીવનની સંસ્કાર હિલચાલ ની પ્રગતી માટે એજ પડેાશી અને ભેખધ ખંડ એશિયાના સાચા સહાદર છે. એશિયા આફ્રિકાને આજ સુધી ગુલામીમાં જકડી રાખનારા યુરેાપના શાહીવાદૅા તથા એશિયા આફ્રિકાની વિમુકિતની હિલચાલાને કચડી નાખીને, આ બન્ને ખડા પર અમેરિકન સામ્રાજ્યની નવી રચના કરવા નીકળી ચૂકેલા અમેરિકન શાહીવાદ આજે વિશ્વતિહાસમાં આરંભાઇ ચૂકેલી એક વિશ્વની સંસ્કાર ધટ નામાં ફાળા આપી શકે તેમ નથી. પરન્તુ એશિયા અને આફ્રિકાના વિરાટ માનવ સમુદાયાનું સહકારી, સહચારી જોડાણુ જ આવતી કાલના વિશ્વતિહાસ નું નૂતન સંસ્કૃતિની રચનાના પ્રકરણનું નિરમાણુ કરી શકે તેમ છે. આ પ્રકરણુ ખીજા વિશ્વયુદ્ધ પછી શરૂ થઇ ચૂકયું છે. આ પ્રકરણ પર આલેખાતા વિશ્વ ઇતિહાસની વ્યવહારની પ્રક્રિયાના કાર્યક્રમ અને તેના બનાવા જગતના ઇતિહાસમાં પ્રથમ પંકિતની અગત્યતા ધારણ કરીને આજે આલેખાવા માંડયા છે.