________________
વિકવ ઈતિહાસની રૂપરેખા વિમુક્ત રાષ્ટ્રોને ત્રીજો વિભાગ જગતની રાજકીય ભૂગોળમાં આફ્રિકા પર પહેલીવાર અસ્તિત્વમાં આવવા માંડ્યું. વિશ્વઈતિહાસનું આ ઉજવળ પ્રકરણ મોટું બનવા માંડ્યું. ચીન ભારત જેવા જગતના બે અતિવિશાળ દેશોએ વિમુક્ત રા બનીને જગતના નકશાપર વિશ્વઇતિહાસની નવી ઝલકનો વિસ્તાર સૌથી મોટો બનાવી દીધો. ત્યારપછી આ યુગ પ્રવર્તક રચનામાં આફ્રિકાએ પણ ઉમેરે કરવાની ઘોષણા શરૂ કરી. આફ્રિકાની કિનારી પરના ઈછારાષ્ટ્ર માંથી વિમુક્તિને નાદ ગાજી ઉઠશે. વિશ્વઈતિહાસના આ પિતામહ પ્રદેશ પિતાના સ્વતંત્ર જીવનનું પ્રસ્થાપન શરૂ કર્યું. એક જ રાતમાં ઈછાની રાજાશાહી ખતમ થઈ ગઈ અને શાહીવાદી પકડ નીચેથી મૂક્ત બનવાની વિમુક્તિની લડત આફ્રિકાની આ કિનારી પર ઉદઘાટન પામી. શ્વેત આફ્રિકા અથવા દક્ષિણ આફ્રિકા.
દક્ષિણ આફ્રિકા અથવા “યુનીયન ઓફ સાઉથ આફ્રિકા ' નામને પ્રદેશ જરમની, ફ્રાન્સ, સ્પેઇન પોર્ટુગાલ તથા સ્વીડન ભેગાં મળે તેટલે મોટે છે. આ પ્રદેશ પર આજે એક કરોડ અને પાંચ લાખની કાળાં મૂળ વતનીઓની તથા પચીસ લાખ ગોરાં વસાહતીઓની વસ્તી છે. આ પ્રદેશની જમીનને મોટો ભાગ ફળદ્રુપ છે, અને હવામાન ખુશનુમા છે. આ પ્રદેશ પર સુવર્ણના ઢગલા નિપજાવતી સોનાની ખાણે છે.
આ સુવર્ણ પ્રદેશ પરની બધી ખાણ, ફળદ્રપ ખેતર, તથા તમામ ઉદ્યોગોની માલીકી સામ્રાજ્યવાદી ગોરી પ્રજાની છે. યુરોપનું સામ્રાજ્ય ચલાવનાર, શાહીવાદનું રૂપ, અહીં વસવા આવેલાં પચીસ લાખગોરાં માનવાનું છે. આ પ્રદેશ પર લોકશાહી તંત્ર છે પરંતુ લકનો અર્થ પેલાં પચીસ લાખ ગેરાં માનવ, એટલે જ થાય છે. આ માનવોને માટે જ, આ ગોરાં માંનની જ બનેલી, અને ગોરી વસાહતની જ વહીવટવાળી, પશ્ચિમની સંસ્કૃતિ અહીં લોકશાહી નામની શાહીવાદી માલીકી બનીને આ ધરતીનાં માનવસમુદા પર યાતના જેવો અધિકાર ચલાવે છે. આ વહીવટી તંત્ર નીચે દક્ષિણ આફ્રિકા પરને બધે માનવ સમુદાય આવી જાય છે. એક કરોડ કરતાં વધારે સંખ્યાવાળો બાજુમાનને આફ્રિકન સમુદાય આ વહીવટી તંત્ર નીચે છે. ત્યાંની ધરતીનાં આ મૂળ વતનીઓને આ ધરતી પર કોઈ અધિકાર નથી. આ માનવોને આ ધરતી પર કોઈ નાગરિક હક્ક નથી. આ સૌને માટે પેલી પચીસ લાખની શરમજનક લેકશાહી ઘટના નીચે આ માનો પરનું સિતમરૂપ નક્કી કરવામાં આવ્યું છે. તેમના પર લદાયેલી ફરજે જગત ભરની કોઈપણ સંસ્કૃતિના સ્વરૂપને શરમાવનારી, પશ્ચિમની સંસ્કૃતિનું પતિત નામ ધારણ કરનારી, વહીવટી ઘટનાએ, રચી છે.