________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
કર
સંયુક્ત રાષ્ટ્રસંઘનુ નૂતન સભ્યપદ્મ-વિમુક્ત રાખ્ય
ખીજા વિશ્વયુદ્ધ પછીનું વિશ્વશાંતિ માટેના હેતુને ધારણ કરીને જગતનાં રાષ્ટ્રાની આ સંસ્થા અથવા સંયુક્ત રાષ્ટ્રસંધ અથવા રાષ્ટ્રસંધ, લીગ ઓફનેશન્સ કરતાં ખીલકુલ નવી જ જાતની રચના ખતી. આ નવીનતા એ હતી કે ખીજા વિશ્વયુદ્ધ પછી જગત પરની શાહીવાદી હુકૂમત ખીલકુલ હચમચી ગઇ હતી તથા એશીયા આફ્રિકાનાં એક સમયનાં ગુલામ રાષ્ટ્રો હવે વિમુક્તિની હિલચાલ કરતાં હતાં તથા આઝાદ ખનતાં હતાં. વિમુક્ત બનતાં આ નૂતનરાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રસંધમાં સમાન સભ્યપદના અધિકાર સાથે જોડાયા. જગતનાં એક વખતનાં માલિક બની ચૂકેલા માંધાતા રાષ્ટ્રો, ઇંગ્લેન્ડ, ફ્રાંસ અને અમેરિકા પણ તેમાં હતાં જ પરંતુ તેમની શાહીવાદી ઘટના હવે હચમચી ઉઠી હતી. આ શાહીવાદનાં એક વખતનાં જે સંસ્થાના હતાં તેવા ચીન, ભારત, ઇંડાનેશીઆ, બ્રહ્મદેશ, જેવા દેશે! હવે આઝાદ બની ચૂકયા હતા તથા વિમુક્ત રાષ્ટ્રો તરીકેની વિશ્વની નૂતન એવી ઐતિહાસીક તાકાતમાં નૂતન જાતની વિમુકિતની તસ્વીર ખડી કરતાં હતાં. આ રાા ઉપરાંત પહેલા વિશ્વયુદ્ધના અંતમાં જ વિમુકત બનેલું તથા પેાતાને ત્યાં શાહીવાદી વહીવટી ત ંત્રને ખતમ કરી નાંખીને સમાજવાદી પુનટનાના આરંભ કરી ચૂકેલું રશિયા નામનું રાષ્ટ્ર હવે એકલું અયવા વિખુટુ રહ્યું નહીં, પરંતુ નૂતન એવા એશિયા, આફ્રિકાનાં વિમુક્તરાષ્ટ્રો સાથે સંયુક્ત રાષ્ટ્રસંધમાં સમાન સાથીદારીવાળું બન્યું.
સામાજિક ક્રાંતિના રશિયન વિધાયક લેનિને પેાતાની પરદેશ નીતિને આવતી કાલે આવવાનાં આવિમુક્તરાષ્ટ્રાને ખ્યાલ રાખીને ઇ. સ. ૧૯૨૨ થી જ ધડી હતી. ઈ. સ ૧૯૨૨ માં એશિયા આફ્રિકાનાં રાષ્ટ્રો વિમુકત અથવા આઝાદ બન્યાં ન હતાં પરંતુ વિમુકિત માટેની તેમની હિલચાલે શરૂ થઇ ચૂકી હતી. આ હિલચાલામાંથી જન્મ પામનારા વિમુક્ત રાષ્ટ્રોની આગાહી પૂર્વક ઇ. સ. ૧૯૨૨ માં પોતાના અંત સમયે લેનિને રશિયાની પરદેશનોતિના પાયાનું ફરીવાર કથન કરીને યાદ આપ્યું હતું કે, “ આવતી કાલે વિશ્વતિહાસ શાહીવાદના નાશ તથા એશિયા આફ્રિકાનાં રાષ્ટ્રાની વિમુ કિતની નેાંધ કરશે. આપણે અત્યારથી જ આપણી પરદેશ નીતિના પાયા માંગાલિયના, ઇરાનીયતા, હિંદી, તથા ઇજીપ્શયના વિ. આઝાદી માટે લડતી પ્રજાએ સાથેની મિત્રાચારીના ખાંધવા જોઈએ. ચીની મહાપ્રજા જેવી આ બધી પ્રજાઓને તેમની વિમુકિતની હિલચાલમાં આપણા સાથ આપીને તથા એ પ્રજાએ વિમુકત અને ત્યારે તેમની સાથે આપણે અતૂટ મિત્રાચારી અને બિનશરતી સાથીદારીની પદેશનીતિને ધારણ કરીને જ આપણે જગતની પ્રગતિ સાથે સમાજવાદી રીતે આગેકૂચ કરીશું. ”
""