________________
૪૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
Ο
સંસ્કૃતિ એવું પાડવા માંડયું હતું. શાહીવાદી રીતરસમેાને તેમણે આ નવાં નામ નીચે તથા તેના ઉપરલા દેખાવા નીચે સંતાડવાના અને ટકાવી રાખવાના નવા તરીકા યાવા માંડયા. શાહીવાદી લોકશાહીઓનું આ નવું માળખું નામમાંજ નવું હતું. પશ્ચિમની આ શાહીવાદી સત્તાઓએ અઢારમા અને એગણીસમા સૈકામાં શિકારીની કરપીણતા ધારણ કરીને પણુ, વિજ્ઞાન અને ઉદ્યોગની સંસ્કૃતિને પુર્વના દેશોને પરાધીન બનાવીને તેમના પર બળજબરીથી લાવા માંડી હતી. એટલા પૂરતા શાહીવાદી આક્રમણાએ આ પછાત પ્રદેશ પર પ્રગતિશિલતાના ધકકા દીધા જ હતા. આ ધકકા દેવામાં તેમના કાઇ શુભ આશય કે કલ્યાણકારી ઇરાદો હતા જ નહીં. તેમને તે આ પ્રદેશનું શોષણ કરવા માટે જ તે જરુરી હતું. આ શાહીવાદી પ્રક્રિયાએ એમ કરતાં કરતાં પૂર્વના પ્રાચીન જીવન પરની ચઢી ગએલી સૈકાએની ધૂળને નિર્દય રીતે ઉતરડી નાખી હતી તથા તેની પ્રાચીન સંસ્કૃતિને અયલાયતન રૂપમાંથી હચમયાવીને સચેતન બનાવી હતી. એશિયા આફ્રિકાની માનવ જાતતી પ્રગતિમાં શાહીવાદના આ ઐતિહાસિક ફ્રાળા ધણા મોટા હતા. પણ એ ફાળા લાકશાહીને લીધે નહાતા દેવાય! પણ સામ્રાજ્ય વાદની જરૂરિયાતને લીધે હતા. એવા જમાનાવાળા એ યુગ હવે વહી ગયા હતા. શાહીવાદનુ એ વિશ્વયુદ્ધ નિપજાવનારું વહિવટીતંત્ર જગતભરમાં હવે જીવનની પ્રગતિને રુંધનારુ ખની ચૂકયું હતું તેની સામે એશિયા આફ્રિકાની એક સમયની પછાત પ્રજાએ, ત્રિમુકિતનાં આંાલતા જમાવતી પગભર બનતી હતી. વિશ્ર્વતિહાસમાં ઉદભવી ઉઠેલી આ બિના નવી હતી. વિશ્વઇતિહાસમાં પ્રવેશતા પુના પ્રદેશા
પૂર્વના પ્રદેશ હવે આ વિમુક્તિની હિલચાલને ધારણ કરીને પોતાની નૂતન કાયાપલટમાં તેમણે રેચક્રાન્તિએ અને યુરોપના ઉત્થાનયુગે તથા, અમેરિકન સ્વાત ંત્ર્ય સંગ્રામે અને રૂસી સામાજિક ક્રાન્તિએ દીધેલાં જીવનવહિવટનાં લેાકશાહી મૂલ્યાને સ્વીકારવા માંડયાં હતાં. હવે શાહીવાદી પશ્ચિમી યુરાપ અને અમેરિકન શાહીવાદ પેાતાના સુવણૅના ઢગલાને જ સંસ્વ માનીને અચલાયતન જડતા ધારણ કરીને બેસી પડયા હતા. આજે ખબ્બે વિશ્વયુદ્ધના અપરાધીભાર પછી પણ આ સામ્રાજ્યવાદ પેાતાની લાકશાહી પર શસ્ત્રસાજના ઢગલા જ ખડકયા કરતા હતા અહીં આગળ, અથવા એ અતિહાસિક પરિસિમા આગળ, પૂના પ્રદેશ, વિમુક્તિની હિલચાલને ધારણ કરીને આગળ વધવા માંડયા હતા. પશ્ચિમીયુરેાપ અને અમેરિકી શાહીવાદ હવે પ્રગતિ વિરોધી અન્યા હતા અને પૂર્વના મહાનદેશા પહેલીવાર પાતાની અ!ઝાદ અસ્મિતા સાથે પ્રગતિ કરવા માંડયા હતા. વિશ્વ-ઇતિહાસમાં આ નવું સ્વરૂપ પ્રવેશ કરવા માંડયું હતું.