________________
હિંદી મહાસાગરનું રાષ્ટ્રમંડળ અને આફ્રિકાનું ઉત્થાન વિશ્વ-ઇતિહાસનું નૂતનધામ-હિંદીમાસાગરનું રાષ્ટ્રમંડળ
એવા આ આ નૂતન સમયમાં, પૂર્વ સાથે સૈકાઓ પછી પૂર્વનું મિલન થતું હતું. એક સમયના સંસ્કૃતિના એ પિતામહદેશો પ્રાચીન માનવજાતની સરકાર ઘટના ઘડીને સૈકાઓની સમાધિ છેડતા હતા. આ દેશ હિંદીમહાસાગરના કિનારા ઓપર, એકમેકના ખભેખભા અડાડીને ઉભા હતા તથા પરસ્પરના બંધુભાવની રાષ્ટ્રકડીઓની જીવન ભાવનાવાળા હતા તેવું ભાન પહેલીવાર પામતા હતા. શાહીવાદી અંધારરાત્રિમાં સૌએ સરખી યાતનાઓ અનુભવ્યા પછી આજે આ રાષ્ટ્રમંડળ પર નૂતનભાનની બંધુભાવમય ઉષ્મા જાગી ઉઠતી હતી. હિંદી મહાસાગર અને હિંદ
ચારસોને ચાલીસ વરસ સુધી હિંદીમહાસાગર પર થઈને હિંદીમહાસાગરના રાષ્ટ્રમંડળ જેવા એશિયા અને આફ્રિકાના રાષ્ટ્રો પર યુરેપનાં શાહીવાદી હકુમતખાનાંઓને અમલ ચાલ્યા કર્યો. આ અમલ નીચે આ અનેક રાષ્ટ્રોનું ભાન શાહીવાદી ઓથાર નીચે દબાયેલું રહ્યું. હિંદ ચીન, ઈજીપ્ત, ઈરાન, વિગેરે અનેક રાષ્ટ્રો જ્યાં એક સમયે વિશાળ સામ્રાજ્યનાં વહિવટીતંત્રવાળાં બની ગયાં હતાં તે રાષ્ટ્રો જાણે પરસ્પરના અસ્તિત્વને ભૂલી ગયા હતા ! ભયાનક એવી ભેદનીતિએ આ રાષ્ટ્રોમાં પ્રજાજનોને મુંગાં કરેડે, અથવા પરાધીન નેટવેનું નામ આપીને પિતાનાં શોષણતંત્રો આ રાષ્ટ્રોપર શરૂ કર્યો, હતાં. આ તમામ રાષ્ટ્રના કિનારા, ધ હિંદી મહાસાગર પણ જાણે ભૂલાઈ ગયે હતો.
આ મહાસાગરના અસ્તિત્વને પ્રાચીન હિંદુબાદશાહતે “હિમવત સમુદ્ર પર્યન્તમ' કહીને ઉવેખ્યું હતું. કૌટિયે કરેલી ચક્રવર્તિની વ્યાખ્યામાં પણ ચક્રવતિનું શાસન મહાસાગર પર હોવાનું ભાન નહોતું. મોગલ બાદશાહત પાસે પણ કઈ તાકાતવાન નોકાખાતું હતું જ નહીં. નૌકાકાફલાની તાકાતવાળી હિંદી મહાસાગરની અસ્મિતા કાલીકટ, મલબાર અને આંધ્ર પ્રદેશના કિનારા રાજ્યમાં જ હતી અને તેમણે એ તાકાતથી, ફિરંગી વલંદા, ફ્રેંચ અને બ્રિટીશ શાહીવાદનાં આક્રમણોનો આરંભમાં અંગત રીતે સામને કર્યો હતો. પછી તે હીંદી મહાસાગર પણ ચિર નિદ્રામાં અચેતન બન્યું. પરંતુ હિંદી મહાસાગરની હિન્દના કેન્દ્રીય વહીવટ કરેલી અવગણનાને લીધે જ્યારે આ શાહીવાદી આક્રમણેએ ભારતના સમુદ્ર કિનારાઓ પરનાં કમાડ ઠર્યા ત્યારે તે ઉઘડી ગયાં અને હિંદીમહાસાગર પરની આ મહાન અને વિશાળ એવી ભારતની ભૂમિપર આ બધા આક્રમણોએ પિતાની કોઠીઓ નાખીને પછી આ આખાય દેશને હીંદીમહાસાગર પરના તમામ રાષ્ટ્રોને અને સમુદ્રને પિતાનું સંસ્થાન
૮૨