________________
૬૩૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
કે
છે
--
કરતાં હતાં. આ વિશ્વસમારંભના પ્રમુખપદેથી ફ્રાન્સની સરકારનો અણુ ' વિજ્ઞાન વિભાગને હાઈકમિશ્નર અને નોબેલ પારિતોષિક મેળવનાર વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક જોલી કયુરી, પૂછતા હતે, “શાંતિ હિલચાલ શા માટે?” અને પિતાના સવાલને પોતે જ જવાબ દેતે, એ મહા વૈજ્ઞાનિક વિશ્વભરનાં શાંતિ પ્રતિનિધિઓને યાદ આપતો હતો
આપણે મળીએ જ છીએ તે સમય, વીસમાં
સૈકાને છે. હમણાં જ વીસમો સંકે અરધો પુરે થાય છે. અરધા સૈકાના સમયમાં જ છોડ અને સિત્તેર લાખ માનની કતલ કરી નાખનાર બે વિશ્વયુદ્ધો આપણી ધરતી પર લડાઈ ચૂક્યાં છે.”
આ બે યુદ્ધમાં છ કરોડ અને સિત્તેર લાખ માનવોનો સંહાર કરીને સંહારની એવી યુદ્ધ રચના કરનારા, આ યુદ્ધોના શાહીવાદી યુદ્ધખોર આગેવાનો ક્યા સવાલને નિકાલ કરવા માટે માનવ જાતની આવી કારમી કતલ કરી ચૂકયા હતા ?
આજના જગત પાસે ગમે તે સવાલ હોય પણ કોઈપણ સવાલના નિકાલ માટે, નગરોનાં ખૂન કરવાની વસ્તીઓને તારાજ કરી નાખવાની, માનવીન બાળકે અને સ્ત્રીઓને પણ સંહાર કરી નાખવાની, અને લશ્કરે બનેલા માનવસમુદાની કલેઆમ ચલાવવાની કાર્યવાહી, ભયાનક રીતે, ઘાતકી છે, અને સંસ્કારને શરમાવનારી તથા સંસ્કૃતિને નાશ કરનારી છે.”