________________
૧૨૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા બહાર સ્વતંત્ર રીતે પોતાના લશ્કરી પ્રદેશો જેવી ઘટના બીજા દેશમાં રચવા માંડ્યા છે. આ શાહીવાદી ઘટનાની એવી રચનાને “પિઝીશન્સ ઓફ સ્ટેગથ”નું વું નામ આપીને દુનિયાના દેશોમાં પિતાની શાહીવાદી હકૂમત ટકાવી રાખવા માટે લશ્કરી છાવણીઓ ઉભી કરે છે અને બીજાં રાષ્ટ્રોને લશ્કરી કરારોમાં જોતરે છે. શાહીવાદે યુરોપના દેશોની થએલી આવી યુદ્ધખોર રચનાનાં જૂથનું નામ “નોર્થ એટલેન્ટીક ટેરીટરીયલ ગેનીઝેશન” અથવા “ના” બીજી આવી જ યુદ્ધખોર રચનાનું લશ્કરી જૂથ એણે એશિયા આફ્રિકામાં ઉભુ કર્યું છે તથા તેનું નામ “સાઉથ ઈસ્ટ એશિયા ટેરીટેરીયલ ગેનિઝેશન” અથવા “સ છે.” આજ સુધીમાં એટલે અગીઆર વર્ષમાં અમેરિકન શાહીવાદની આગેવાની નીચે જગતની શાહીવાદી ઘટનાએ આવાં લશ્કરી જૂથે સંયુક્ત રાષ્ટ્રસંઘની બહાર તયાર કર્યા છે અને સાથે સાથે જ સંયુકત રાષ્ટ્રસંઘની અંદર જ વિશ્વશાંતિની કાર્યવાહીને નિષ્ફળ બનાવવા માટે પિતાની આક્રમણ ખેર એવી કાર્યવાહીને ચાલુ રાખી છે.
એટલે જ આજે અગીઆર વર્ષ થયા છતાં પણ સંયુકત રાષ્ટ્રસંઘની રચના સમયે વિશ્વશાંતિની જે દશા હતી તેની તેજ દશા આજે અગીઆર વર્ષ પછી પણ કાયમ રહી છે. વિશ્વસંહારને બંધ કરવાની દુનિયાના માનવસમુદાયની તમામ આશાઓની સફળતામાં સંયુકત રાષ્ટ્રસંધની કાર્યવાહીએ બહુ ઓછો ફાળો આપે છે. રાષ્ટ્રસંધની કાર્યવાહીમાં દુનિયામાં તેના જન્મ પછીનાં અગીઆર વર્ષોમાં જે જે બનાવો બની ગયા છે તેની રાષ્ટ્રસંઘે માત્ર નેંધણી જ કર્યા કરી છે, તથા દષ્ટાની જેમ તેનાં અવલોકન કર્યા કર્યા છે. આ મહાન સંસ્થાને વિશ્વશાંતિના કાર્યક્રમમાં પિતાનો ફાળો આપવામાં પેલા શાહીવાદી દેશોએ રૂકાવટ જ કર્યા કરી છે. દાખલા તરીકે રાષ્ટ્રસંધના સભ્યપદે જગતના સૌથી મહાન અને વિશાળ એવા ચીન નામના રાષ્ટ્રને બેસવાની પરવાનગી પણ હજુ મળી નથી, કારણ કે ચીન રાષ્ટ્રને સંયુકત રાષ્ટ્રસંઘમાં સભ્યપદ મળે તેની સામે અમેરિકન શાહીવાદે અગીઆર વર્ષથી પોતાની તમામ લાગવગ સાથે વાંધો ઉઠાવ્યા કર્યો છે અને વિરાટ એવા ચીન દેશની જગા પર ફેર્મોસા ટાપુમાં સંધરેલા પોતાના સાગરીત એવા એક ચીની દેશદ્રોહીને બેસાડી રાખે છે. આ અગીઆર વર્ષોમાં અંગ્રેજી અને ફ્રેંચ શાહીવાદે પિતાના પરાધીન પ્રદેશો ઉપર સંહાર અને આક્રમણનું સામ્રાજ્ય ચલાવ્યા કર્યું છે. પરંતુ અમેરિકન શાહીવાદની આગેવાનીવાળા આ શાહીવાદી દેશોનાં આક્રમણ સામે તે આક્રમણોની અને દરમ્યાનગિરીઓની નોંધ કર્યા ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંધ વધારે