________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬૩૧ સૌથી શરમજનક નિષ્ફળતા તે વશમા શતકની વિશ્વસરકારને વરી ચૂકી હતી. બેફામ રીતે, બેશરમ બનેલી, શાહીવાદી કાર્યવાહીએ, અરધા જ સૈકામાં બે વિશ્વયુદ્ધો લડીને માનવજાતની છ કરોડ અને સિત્તેર લાખ માનની કતલ કરી નાખી હતી.
એટલે જ પેલા મહા વૈજ્ઞાનિકના પ્રમુખપદેથી માનવજાતના લેકસમુદાયના લેક પ્રતિનિધિઓને શાંતિ સમારંભ જાહેર કરતો હતો કે,
આપણે જગતના માનવ સમુદાયના પ્રતિનિધિઓ, વિશ્વભરમાં એવી શાંતિ હિલચાલ જગવવા માગીએ છીએ કે જે હિલચાલ સર્વ સ્થળેથી સર્વ સંસ્થાઓમાંથી, સર્વ વર્ગોમાંથી, શાંતિચાહક માનવોને, જેઓ આપણા, અત્યારના જગતના તમામ સવાલોને નિકાલ યુદ્ધની હેવાનીયત અને સંહારક રીતથી નહીં, પરંતુ વાટાઘાટેથી જ લાવવામાં માનતાં હેય, તેમનો, આંતરરાષ્ટ્રિય શાંતિ મેર રચી શકશે. ”
એવી અનીવાર્ય જરૂરિયાતમાંથી, માનવજાતની, પ્રગતિશિલ અને લેકશાહી સંસ્થાઓમાંથી તથા વ્યક્તિઓમાંથી વિશ્વશાંતિની હિલચાલની સર્વાગી રીતે લેકશાહીમય, એવી ઘટનાની શરૂઆત થઈ. એ આરંભે વિશ્વ ઈતિહાસમાં પહેલીવાર વિશ્વ-શાંતિના સવાલને અમલ, પિતાને હસ્તક ધારણ કરનારું, જગતભરની માનવતાનું, વ્યાપક સંગઠન શરૂ કર્યું. તમામ સામાજિક અને રાજકીય મતભેદોથી પર, એવી આ આંતરરાષ્ટ્રીય રચનામાં, માનવજાતે, સર્વ સામાન્ય એવી માનવ સંસ્કૃતિની અદાથી, સંસ્કારના જતનનું બંધારણ રૂપ ધારણ કર્યું. માનવજાતની સર્વવ્યાપક અને આખા વિશ્વના એકેએક રાષ્ટ્રના લેકસમુદાયને આવરી લેતી, વિશ્વ-શાંતિ માટેની અને યુદ્ધની નાબુદી માટેની, આ હિલચાલ માનવજાતના ઇતિહાસમાં પહેલી છે, વિશ્વવ્યાપક છે, અને જગતના ઇતિહાસમાં યાદગાર રીતે એ આગળ વધી છે, વધારેને વધારે વ્યાપક બની છે અને માનવતાનાં અંતરનાં ઉંડાણમાં વસી છે. સાડા પાંચ વરસમાં જ એકેએક રાષ્ટ્રના એકેએક માનવ સમુદાયમાં એણે સક્રિય સંસ્થાનું સ્વરૂપ ધારણ કર્યું છે. એને આરંભ
૧૯૪૯ ના એપ્રિલના ૨૦ મા દિવસે બોતેર રાષ્ટ્રોના બાવીસે પ્રતિનિધિઓએ અથવા જગતભરની માનવજાતના ચોથા ભાગની વસતીએ આ હિલચાલના પહેલા સમારંભની, પ્રાગ અને પેરીસમાં ભેજના કરી. ફ્રાન્સની સરકારની અણુવિજ્ઞાન સંસ્થાનો એક સમયને હાઈકમિશનર અને અણુસંશધન માટેનેબેલ પારિતોષિક જીતનાર અને વિશ્વની વિજ્ઞાન સંસ્થાના સંસ્કાર આગેવાન જેવા મહાવૈજ્ઞાનિક, જેલી કયુરીએ ત્યારે પ્રમુખપદેથી જાહેરાત કરી, હું, શંતિની વિશ્વ–કોંગ્રેસને ખુલ્લી જાહેર કરૂં છું.”