________________
અણુયુગનું ઉદઘાટન બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ આ રીતે અમેરીકન શાહીવાદે પિતાની શાહીવાદી મુરાદની જાહેરાત અણુબેબ ફોડીને કરી તથા, જગત પાસે ઉભી થએલી પરિસ્થિતિને ફેટ કરી દીધું. આ પરિસ્થિતિનું રુપ અમેરિકન ખ્યાલ પ્રમાણે એ અંકાયું હતું કે જગતે કાંતે, શસ્ત્ર સજ્જ એવા અમેરિકન શાહીવાનું શરણ સ્વીકારી લેવું અથવા તેણે આણુઓંબના અમેરિકન આક્રમણ નીચે સ્મશાન બની જવું.
આ પરિસ્થિતિનું અમેરિકન સ્વરૂપ, સ્વાતંત્ર્યના જાહેરનામા પછી હવે બીલકુલ બદલાઈ ચૂક્યું હતું. તે સમયે તે એનું ક્ષેત્રફળ ૩૮૬,૦૦૦ ચોરસ માઈલનું હતું. પણ પછી એણે તરત જ પિતાને માટે ઉત્તર-પશ્ચિમ તરફને પ્રદેશ પડાવી લીધો. પછી એણે ૧૮૦૩ માં લુઈસીઆની આ પ્રદેશની જનતાને ફાંસ પાસેથી ખરીદી લીધી અને ફલેરીડાના પણ એ જ હાલ કર્યો. અને તરત જ ૧૮૩૫મા ટેકસસ પ્રદેશને એણે જપ્ત કરી લીધું અને એરેગાંવ પ્રદેશ સલાહ કરીને પડાવી લીધે. પછી ૧૮૪૮માં મેકસિકો સાથે યુદ્ધ કરીને એની ઝોના, ન્યુમેકિસક તથા કેલીફેનિયા પડાવ્યા અને બીજે ત્રીસહજાર ચોરસ ભાઈલને દેશ તરવારની અણુ ધરીને નામની કિંમતે ખરીદી લીધે.
એમ ૧૭૭૬થી ૧૮૫૩ સુધીમાં અમેરિકી શાહીવાદે પિતાને હતો તેથી આઠગણું ચેરસ માઈલ જેટલે પ્રદેશ પડાવી લીધો. આ રીતે જ ત્યારે ૧૯માં શતકના બીજા વિભાગમાં એણે રશિયન ઝાર પાસેથી અલાસ્કા લીધે અને સ્પેઈનને હરાવીને ફીલીપાઈન્સ અને પાર્ટીરીકેના પ્રદેશે પકડી લીધા. એણે પછી હવાઈ ટાપુઓ તથા પનામાની આસપાસના પ્રદેશ પણ પડાવ્યા.એણે ઓગણીસમા શતક્ના આખર વરસમાં એને મૂળ પ્રદેશ કરતાં દશગણે પ્રદેશ પડાવી લીધો. બીજા વિશ્વયુદ્ધના અંતમાં જ જાણે આ અણુબોંબના ધડાકા જેવું રાજકારણ અમેરિકન શાહીવાદે ધારણ કરી લીધું અને જાહેર કરી
અમે લેકશાહીને દાળ, અથવા “આરસેલ ઓફ ડેમોક્રેસી” છીએ. એમ કહીને એણે આફ્રિકા અને એશિયા પર અનેક રૂપવાળા આક્રમણે કરવાની તૈયારી કરવા માંડી. એમ કરવા એણે એશિયાનાં નાગાસાકી અને હિરોશિમા નામનાં જાપાનનાં નગરનું ખૂન કરી નાખીને જાપાનને ગુલામ બનાવી દઈને, જાપાનમાં પણ “આરસેનેલ એફ ડેમોક્રસી” નામનું શાહીવાદી રૂપ ખુલ્લું મુકી દીધું.