________________
સયુકત રાષ્ટ્રસંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬૨૯ કશું કરી શક્યું નથી. અમેરિકન શાહીવાદની આગેવાની નીચે શાહીવાદી અને તેના પરાધીન પ્રદેશમાં લશ્કરી રચનાઓની જૂથબંધીઓ થયા કરી છે, અને રાષ્ટ્ર સંઘે માત્ર તેની નોંધ જ કરી છે. આ અગીઆર વર્ષો દરમ્યાન હજુ ગઈ કાલે જ જ્યારે અમેરિકન રાષ્ટ્ર દક્ષિણ કેરીઆને પિતાનું બગલબચ્ચું બનાવીને ઉત્તર કેરીઆ પર ચઢાઈ કરી તથા ઉત્તર કેરીઆ પરથી ચીન પર આક્રમણ કરવાની તૈયારી કરી ત્યારે પણ સંયુકત રાષ્ટ્રસંઘે અમેરિકન શાહીવાદની પકડ નીચે આવી જઈને આક્રમણના ધાડાંઓ માટે પિતાના સંયુકત રાષ્ટ્રસંધનો ઝડ આપે. સંયુક્ત રાષ્ટ્રસંધના ઝંડા નીચે આ શાહીવાદી આક્રમણે ત્રણ ત્રણ વર્ષ સુધી કેરીઆના માનવસમુદાયની કતલ કર્યા કરી. આ રીતે જ અગીઆર વર્ષો સુધી અણુઆયુધોને નાશ કરવા માટે તથા નિશસ્ત્રી કરણને અતિ અગત્યને મુદ્દો સંયુક્ત રાષ્ટ્રસંધ પાસે સેંધાયેલે પડ્યું છે. પરંતુ સંયુકત રાષ્ટ્રસંધની અંદરની શાહીવાદી ઘટનાએ આ મુદ્દાને ઉકેલ આવવા દીધે નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં નીમાયેલું “ડીઝામેન્ટ કમીશન” શાહીવાદી જમાતે રચેલા વિષચક્રમાંથી હજુ મુક્ત બની શક્યું નથી. નિશસ્ત્રીકરણને આ સવાલને જન્મ લીગ ઓફ નેશન્સમાંથી થઈ ચૂક્યો છે, પરંતુ તે સંસ્થામાં પણ આ સવાલનો અમલ શાહીવાદી ઘટનાએ થવા દીધું ન હતું,
અને એ જ ઘટનાએ શસ્ત્રો જ સજ્યા કર્યા હતાં. આ શસ્ત્રસરંજામ વડે બીજું વિશ્વયુદ્ધ લડાયું અને ત્યારપછી સંયુક્ત રાષ્ટ્રસંધને જન્મ થયો અને નિશસ્ત્રીકરણને સવાલ પાછો આ વિભવ સંસ્થામાં આવ્યા. પિતાના જન્મ પછી આજે અગીઆર વર્ષો સુધી સંયુક્ત રાષ્ટ્રસંધમાં પણ તેની ચર્ચાઓ જ ચાલ્યા કરી છે, અને અમેરિકન શાહીવાદી જૂથે તેનો અમલ થવા દીધું નથી. આજે આજ રીતે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સમાન ભાવે, આપણું જગતમાં મુક્ત રીતે વેપાર અને વાણિજ્ય ચાલી શકે તે બાબત પણ આંતરરાષ્ટ્રિય શાંતિ માટે અત્યંત જરૂરી છે. પરંતુ નફાખેર અને ઈજારાવાદી એવી શાહીવાદી ઘટના, આ મહાન સવાલનો નિકાલ થવા દેતી નથી, તથા પિતાને નાપસંદ એવા જગતના વિમુક્ત અને સમાજવાદી દેશેની આસપાસ પોતાની વ્યાપારી નાકાબંધીઓ નાખ્યા કરે છે. વિશ્વશાંતિની આંતરરાષ્ટ્રિય લોક હિલચાલ
ઈ. સ. ૧૯૪૯માં પેરીસનગરમાં માનવ ઇતિહાસમાં પહેલું એવું વિશ્વશાંતિની કાઉનસીલનું આંતરરાષ્ટ્રીય અધિવેશન મળતું હતું. વિશ્વશાંતિની હિલચાલને, અહીં જગતનાં તમામ રાષ્ટ્રોના લેકસમુદાયના પ્રતિનિધિઓ આરંભ