________________
સંયુકત રાષ્ટ્રસ્ધ અને વિશ્વશાંતિના સવાલ
R
આત્મનિણૅયાત્મક વિશ્વતિહાસમાં વિમુકિતનાં ઘટક બનીને ખનીને ઉત્થાન પામ્યાં. આ રીતે લે।કશાહી અને આત્મનિર્ણયનુ જકડાઇ ગએલું રૂપ, મુક્ત અને વ્યાપક અન્યુ' તથા રાષ્ટ્રસધમાં પણ ઉમેરાયું. સંયુક્ત રાષ્ટ્રસંઘ અથવા ચુનાઈટેડ નેશન્સ ઓર્ગેનિઝેશન
ખીજું વિશ્વયુદ્ધ લડનાર ફાસીવાદી દેશ સામે વિજય મેળવનારી યુરોપની રાષ્ટ્રીય સરકારો અને અમેરિકન રાષ્ટ્ર, યુદ્ઘના સમયથી યુદ્ધ ચલાવવા માટે સંયુક્ત બન્યાં હતાં. વિજય માટે સંયુક્ત બનેલાં આ રાષ્ટ્રોએ સયુક્ત રાષ્ટ્રનું નામ ધારણ કર્યું. હતું. યુદ્ધ પર વિજય મેળવવા માટે અને ક્રાસીવાદને પરાજય કરવા માટે શરૂ થયેલાં સંયુક્ત રાષ્ટ્રોની આ સંસ્થાએ વિજય પછી પણ ફાસીવાદ પરના પોતાના વિજયને આખરી સ્વરૂપ આપવા માટે તથા જેમાં વિશ્વશાંતિ કાયમી બની શકે એવા જગતની રચના કરવા માટે, પેાતાનું સંયુક્ત સ્વરૂપ ચાલુ રાખ્યું અને તેને વિકસાવવા માંડયું. આ રીતે સંયુક્ત રાષ્ટ્રસંધા જન્મ ખરી રીતે તે! ઈ. સ. ૧૯૪૨ માં વાશિંગ્ટન મુકામે કરવામાં આવેલા
સંયુક્ત રાષ્ટ્રોના જાહેરનામાના સ્વીકારથી થયા. આ જાહેરનામું એટલેટિક ચાર્ટરના નામથી વિશ્વવિખ્યાત બન્યું હતું, તથા તેની જાહેરાત ઇ. સ. ૧૯૪૨ ના જાન્યુઆરીની પહેલીએ કરવામાં આવી હતી. આ જાહેરનામા પર પછીથી ખીજા છવ્વીસ દેશની સરકારોએ સહીઓ કરી, તથા તે દેશા સંયુક્ત રાષ્ટ્રોમાં જોડાયા. આ રીતે સંયુકત રાષ્ટ્રસધને જન્મ ૧૯૪૨ ના જાન્યુઆરીની પહેલીએ થયા ગણી શકાય. પરંતુ વિશ્વયુદ્ધ પછીથી જ વિશ્વશાંતિની રચના માટેની કાર્યવાહી શરૂ થઈ શકી.