________________
સંયુકન રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૧૦૯ કે લેકેના સમુદાયો દરેક દેશમાં શાંતિની ઈચ્છા રાખતા હોય છે છતાં પણ તેમના પર યુદ્ધો આવીને પડ્યાં છે. એટલે ઈતિહાસમાં જ્યારે જ્યારે યુદ્ધ પેદા થાય છે, ત્યારે ત્યારે તે કયાં કારણોમાંથી આવે છે તે સમજવું જરૂરી છે. આજે તે યુદ્ધ અને શાંતિ આપણા જમાનામાં સૌથી મોટા સવાલે તરીકે આપણી સામે ઉભા છે. આ સવાલમાં યુદ્ધને સવાલ, એ સામ્રાજ્યને સવાલ છે તથા યુદ્ધોને વ્યવહાર સામ્રાજ્ય મેળવવા માટે અને તેને ધારણ કરી રાખવા માટે શાહીવાદે કરવું પડતું હોય છે. જ્યાં જ્યાં સામ્રાજ્ય હોય છે ત્યાં ત્યાં યુદ્ધ હોય છે જ. પ્રાચીન જમાનાઓમાં ઈતિહાસની હકિકત એવી છે કે તે વખતનાં સામ્રાજ્ય જેટલાં નાનાં હતાં તેટલે યુદ્ધને પ્રદેશ ના બનતે હતે. પરંતુ સામ્રાજ્યનું જીવન જ યુદ્ધ વિના સંભવી શકતું નથી અને ટકી શકતું નથી. સામ્રાજ્ય એટલે શું તે આપણે સૌ સમજીએ છીએ. એક દેશ અથવા પ્રદેશ બીજા દેશ અથવા પ્રદેશ પર પિતાની હકુમત ઠોકી બેસાડવા માટે આક્રમણ કરે છે ત્યારે જ યુદ્ધ વડે તે નાનું કે મોટું સામ્રાજ્ય બનાવી શકે છે. પછી આ સામ્રાજ્યને ટકાવી રાખવા માટે પણ સામ્રાજ્યવાદી દેશે, યુદ્ધ કર્યા કરવું પડે છે. આજના જમાનામાં આપણે ૧૯૧૪ નું પહેલું વિશ્વયુદ્ધ દીઠું છે. આખા વિશ્વ ઉપર પથરાયેલા અંગ્રેજી સામ્રાજ્યને ટકાવી રાખવા બ્રિટનની સરકારે એ સામ્રાજ્ય પર આક્રમણ કરનાર જર્મની અને બીજા પ્રદેશો સામે યુદ્ધ કરવું પડ્યું. આ યુદ્ધ શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી યુદ્ધ હતું. આ યુદ્ધ લડનાર અંગ્રેજ અને જર્મન નામની બે સામ્રાજ્યવાદી અથવા શાહીવાદી સરકારે હતી. આ યુદ્ધ શરૂ થયા પહેલાં ઈ. સ. ૧૮૯૭માં જોસેફ ચેમ્બરલેને સંસ્થાનિક અથવા પિતાના પરાધીન પ્રદેશોને લગતી અંગ્રેજ રાજકર્તાઓની એક પરિષદમાં નિવેદન કર્યું હતું કે “તમને ખાત્રી થશે કે આપણે આજ સુધી લડેલાં નાના કે મોટી તમામ યુદ્ધો આપણા સામ્રાજ્યને ટકાવી રાખવા માટે જ સામ્રાજ્યના હિતમાં લડાયાં છે.' યુદ્ધની આ બાબત સામ્રાજ્યની શરૂઆતથી સાચી છે તથા સામ્રાજ્યના અંત સુધી તે સાચી રહેવાની. સામ્રાજ્યની યુદ્ધની જીંદગી
શાહીવાદ અથવા સામ્રાજ્યવાદની જીંદગીની મુખ્ય હકિકતે દેખીએ તે તે યુદ્ધની હકિકતે છે તે બાબતની આપણને ખાત્રી થઈ શકે છે. સામ્રાજ્યનું જીવન જ એકધારી રીતે ચાલતું યુદ્ધનું જ છવન હોય છે. આ બાબતને સમજવા માટે આપણે આપણું જમાનાને એટલે અર્વાચીન સમયનો શાહિતવાદ અથવા સામ્રાજ્યવાદ, જે અંગ્રેજી સામ્રાજ્યવાદ છે તેના જીવનને દેખી શકીએ
૭૭