________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬૧ પહેલું વિશ્વયુદ્ધ, પિતાની યુદ્ધખેર જીદગીને આખે સરવાળો કરીને, વિશ્વની સંસ્કૃતિને ભેટ તરીકે દઈ દીધું. પહેલા વિશ્વયુદ્ધનું કારણ, પરિણામ, અને પદાર્થ પાઠ
પહેલા વિશ્વયુદ્ધ પછી, આ યુદ્ધ લડનારા બન્ને પક્ષો ખૂવાર થઈ જઈને વિચાર કરતા હતા. આ વિશ્વયુદ્ધનું કારણ એ હતું કે, શાહીવાદનાં બે જૂથે, એક બીજાનાં સંસ્થાને પડાવી લેવા માગતાં હતાં અથવા, શાહીવાદી જૂથે, સંસ્થાની નવેસરથી વહેંચણી કરવા માગતાં હતાં, તે હતું. આવી વહેંચણ જે યુદ્ધ વિના થઈ શકી હોત તો યુદ્ધ કરવું પડત નહીં, પરંતુ તે અશકય થયું અને યુદ્ધ આવી પડ્યું. યુદ્ધના પરિણામમાં, યુદ્ધમાં ઉતરેલા બધા દેશો અથવા શાહીવાદનાં બને જૂથે ખૂબ ખૂવાર થઈ ગયાં. આ બન્ને પક્ષે યુદ્ધ પછી પદાર્થપાઠ એ શિખ્યાં કે, યુદ્ધ કરવા કરતાં યુદ્ધમાં ઉતર્યા વિના જ, જે સંસ્થાની નવેસરથી વહેંચણી થઈ શકે તે તેજ ઠીક કહેવાય.
એટલે એવું બીજીવાર ન બને તેટલા માટે કેવળ અંધસ્વાર્થના ઈરાદાથી તેમણે એક નો વિચાર કરવા માંડે. આ ન વિચાર ભવિષ્યમાં વિશ્વયુદ્ધ ન થાય તે માટે હતે. વિશ્વયુદ્ધનું કારણ તે જગતના ગુલામ દેશે અથવા સંસ્થાની લડાઈ મારફત નવી વહેંચણી થાય તેજ હતું.
તેથી યુદ્ધ વિના સંસ્થાની વહેંચણી કરવાને અથવા સમજુતીથી શાહીવાદી દેશોએ અંદર અંદર ગુલામદેશની નવી વહેંચણી કરવાનો, રસ્તે લેવું જોઈએ એવું ઘણુઓને લાગ્યું. જે, એમ થાય તે, જગતની શાંતિ પણ જળવાય, અને એમ થાય તો માનવજાતની સંસ્કૃતિ અને સંસ્કારને નાશ પણ અટકે. એમ થાય તે યંત્રતંત્ર જેણે આખા જગતમાં સુખસગવડાનાં સાધન ઉત્પાદનના ઢગલા કર્યા હતા, જેણે, આખા જગતપર નવાં વાહનવ્યવહાર બાંધવા માંડ્યાં હતાં, જેણે સંસ્કૃતિને, વ્યાપક બનાવવાની વિજળીક ઝડપ ધારણ કરી હતી અને જેના વડે આખી માનવજાત વચ્ચેના અનેક અંતર ભૂસી નાખવા માંડયા હતા તે પણ ટકી શકે.
તે એનાથી વધારે રૂડું શું હોઈ શકે! વિશ્વશાંતિ કાયમ થાય અને યંત્રતંત્ર પણ ટકે અને પોતે, પડાવી લીધેલાં સંસ્થાને પણ પિતાનાં ગુલામ તરીકે કાયમ રહે તે શું ખોટું?
એ કરવા માટે એક જ બાબતને અમલ કરવાનું હતું. એ બાબત એ હતી કે શાહીવાદી યુરોપે પિતતાનાં ગુલામ સંસ્થાનોની માલીકીની ફેર