________________
સંયુકત રાષ્ટ્ર સંઘ અને વિશ્વશાંતિને સવાલ
૬૧૩
ગુલામસંસ્થાને પિતાને શે મત છે તે વિષે કઈને કશી પડી નથી. હું સર આર્થર સેટરને એક સવાલ પૂછવા માગુ છું. એ સવાલ એ છે કે સંસ્થાને પિતાનું રાજ પોતે જાતે ચલાવી શકે તેમ નથી ? અંગ્રજી શાહીવાદના સ્વાર્થની દ્રષ્ટિથી તે તેમને આત્મનિર્ણય નકારી કાઢી શકે પરંતુ સંસ્થાનિક પ્રજાઓના સ્વાર્થની દૃષ્ટિને ધ્યાનમાં લેવામાં આવે તે સંસ્થાને સ્વરાજ માટે ના લાયક છે એમ કઈ કહી શકે જ નહીં. એ પરિષદમાં આ એક નો જ સવાલ સંસ્થાની વિમુક્તિ વડે યુદ્ધ નાબૂદ કરવાનો હતો, ને ચર્ચા માટે રજુ કરી દેવામાં આવ્યું. નૂતન વિવરચનાને નૂતન અવાજ
આવતી કાલની નૂતન રચનાને આ સવાલ હતું. આ સવાલને આજ સુધીની શાહીવાદી ચનામાં કોઈ દેશની સરકારે વિશ્વના રાજકારણ માટે રજુ કર્યો નહે. પરંતુ પહેલા વિશ્વયુદ્ધના અંતમાં શાહીવાદનો નિષેધ જેના રાજકારણને પાયા હતા તેવી સોવિયેટ સરકાર રશિયામાં રચાઈ હતી. એટલે ઈ. સ. ૧૯૩૫ના સપ્ટેમ્બરમાં જીનેવા મૂકામે આ સરકારના પ્રતિનિધિઓએ જગતની શાહીવાદી સરકાર સમક્ષ પોતાની વિશ્વશાંતિની આંતરરાષ્ટ્રિય રાજનીતિને પાયાનો સિદ્ધાંત જાહેર કર્યો કે, “સોવિયેટ સરકાર પોતાના રાજકારણના પરદેશનીતિના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે સંસ્થાનોની અથવા સંસ્થાનવાદની પદ્ધતિને વિરોધ જાહેર કરે છે તથા શાહીવાદી હેતુઓને વિરોધ કરે છે. સંસ્થાને મેળવવાના હેતુમાંથીજ વિશ્વયુદ્ધ રચાતું હોવાથી, યુદ્ધને નાબુદ કરવા, સંસ્થાનોને સ્વરાજ આપી દેવાની નીતિને સ્વીકાર કરવા સિવાય બીજા કેઈ માર્ગે વિશ્વશાંતિ આવી શકશે નહી.” વિશ્વની વિમુકિત કે વિશ્વયુદ્ધ!
પરંતુ આ બાબતને સ્વીકાર કોઈ પણ શાહીવાદી સરકાર કરી શકે તેમ નહોતું, કારણકે તેમ કરવામાં શાહીવાદી રૂપને જ અંત લાવી દે પડે તેમ હતું. એટલે સોવિયેટ જાહેરાતના જવાબમાં જર્મનીમાંથી હિટલરે ૧૯૩૬ ના જાન્યુઆરીની ૧૭મીએ કહ્યું કે, “ગોરી પ્રજાઓને જગત પર શાસન અધિકાર જન્મસિદ્ધ છે. જગત પર શાસન કરવાનો અમારો આ અધિકાર યુરાપના અર્થકારણને પાયે બનીને ઉભો છે.' હિટલરે યુદ્ધના આ અર્થકારણની બાબતને જાહેર કરીને તરત જ થડા દિવસે બીજી જાહેરાત કરી કે “અમે ગરીબ રાષ્ટ્ર છીએ, કારણકે અમારી પાસે સંસ્થાને નથી. પણ જેમની પાસે સંસ્થાને છે, તેમને અમે કહેવા માગીએ છીએ કે પહેલા વિશ્વયુદ્ધના અંતમાં અમારાં પડાવી લેવાયેલાં સંસ્થાને અમને પાછાં સોંપી દે.