________________
૧૧૬
વિકવ ઈતિહાસની રૂપરેખા પરંતુ આ શાંતિની જનાઓ સામે, અને પિતાને ત્યાંની શાંતિની અર્થ કારણની રચના સામે, શાંતિના સમાન કરારો સામે, ત્યારના શાહીવાદી દેશોએ યુદ્ધ રચનાની શતરંજ શરૂ કરી દીધી. આ રીતે રોજ રોજ યુદ્ધનો ભય શાહીવાદી જગતે ઉગ્ર રીતે ઉભો કરવા માંડ્યો, અને રૂસી જીવનવ્યવહારને નાશ કરી નાખવા તજવી શરૂ કરી. યુદ્ધની આવી રચના સામે વિશ્વશાંતિની પરદેશનીતિને જે કંઈ અમલ થઈ શકે તે કરવાની તજવીજ સેવીયેટ રશિયાએ શરૂ કરી. આ તજવીજના પહેલાં પગલાં તરીકે એણે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે બીન આક્રમણકારી કરાર થવા જોઈએ તેવી જના રજુ કરી અને સેવીયેટ દેશ, તમામ દેશે સાથે આવા કરાર કરવા તૈયાર છે તેવી ઘેષણું કરી. એણે પિતાના પડોશી દેશે સાથે આવા કરાર શરૂ પણ કરી દીધા.
વિશ્વશાંતિની પિતાની પરદેશનીતિના બીજા પગલા તરીકે એણે નિઃશસ્ત્રીકરણની હિલચાલને લીગ ઓફ નેશન્સમાં દાખલ થઈને જોરશોરથી ઉપાડી. ચાર ચાર વરસ સુધી એણે એ હિલચાલને જારી રાખી. છેવટે શાહીવાદી દેશોએ ઈ. સ. ૧૯૩૪ માં આ હિલચાલને નાબુદ કરી નાખી, એટલે એણે નિઃસ્ત્રીકરણની પરિષદને વિખેરી નાખવાને બદલે તેને સમુહ સલામતિની સંસ્થા બનાવીને આક્રમણના કોઈ પણ બનાવ સામે સમુહ સલામતિની દેજના બનાવવાની ઘોષણુ કરી.
પરન્ત યુરેપની શાહીવાદી ઘટના અનીવાર્ય રીતે યુધ્ધ તરફ ધસતી હતી. શાંતિની કઈ પણ જનાને તોડી નાખવાની કાર્યવાહી રચતું યુરોપનું શાહીવાદી જગત માનવસંહારના માર્ગ પર ચઢી ગયું હતું. સંહ રની આ કાર્યવાહીને પિતાની શાંતિ ઘટનાના અસ્તિત્વવડે પડકારતા સેવિયેટ સંધને વિનાશ કરવાની નીતિમાં બધા શાહીવાદી દેશે સંમત હતા. આ નીતિની આગેવાની ફાસીવાદે લીધી. એટલે વિશ્વશાંતિના અર્થકારણ અને રાજકારણને વરેલી સોવિયેટ નીતિએ, પિતાના પર આક્રમણ આવશે તે તેનો સર્વાગી રીતે પ્રતિકાર કરવાને પિતાને નિરધાર પણ જાહેર કર્યો. જગતના સામાજિક વ્યવહારનું આંતરરાષ્ટ્રિય સંસ્થારૂપ
પરન્તુ હવે જગતને સામાજિક વ્યવહાર અને સંસ્થાઓ આંતરરાષ્ટ્રિય બનવા માંડ્યાં હતાં. વિશ્વનું એકવિશ્વરૂપ હવે વ્યવહારમાં વધારે ને વધારે વ્યાપક બનતું હતું. પહેલા વિશ્વયુદ્ધ પહેલાંથી જ આપણી દુનિયા હવે એક દૂનિયા બનવા માંડી છે તેની સાબિતી હવે માત્ર આદર્શવાદીઓની ઈચ્છામાં જ રહી ન હતી પરંતુ સંસ્થાગત હકીકત બનવા માંડી હતી. આવી હકી