________________
૫૯૪
વિકવ ઇતિહાસની રૂપરેખા નીકળી પડયા. વિજળીક આક્રમણનું આ પેન્જરસ્વરૂપ અંગુઠાનું બનીને લેનીનગ્રાડ તરફ ધસતું હતું. અંગુઠા સાથેની આંગળી મોસ્કોપર નિશાન માંડીને વધતી હતી. વચલી આંગળી સ્ટાલીનઝાડને સર કરવા લંબાતી હતી અને ત્રીજી આંગળી કેકેશસની પર્વતમાળપર પહોંચી જવા કીવ નામના રૂસીનગર પર તરાપ મારતી હતી. આ આક્રમણના પંજાની ટચલી આંગળીની પકડની નીચે ગુલામીની સાંકળમાં બંધાયેલા યુરોપના, પોલેન્ડ, યુગોસ્લાવીયા, બલગેરીયા અને ગ્રીસ નામના દેશો હતા.
આ વિજળીક ધસારાની પાંઝર હરેળોએ ટેલીન કિલ્લેબંધી નામની સરહદ પહેલી ઝપમાં તોડી પાડીને વટાવી દીધી. ફ્રાન્સ કરતાં મેટો પ્રદેશ જરમન કબજા હેઠળ આવી ગયો, ત્યારે ૧૯૪૧ ને ઓગસ્ટ મહીને આવી પહોંચ્યો. રૂસી રાષ્ટ્રની તાકાત હવે જ એકઠી થવાને આરંભ કરતી હતી.
પરંતુ લેનીનગ્રાન્ડને રસ્તે આવતું, સાવ નગર પડયું. મેલેંસ્કને રસ્તે આવતું વીસ્કનગર પણ પડ્યું. કીવનગરના રસ્તાપરનું ઝીટામીર નગર પણ પતન પામ્યું. લેનીનઝાડનાં પાદર પર રૂસી રણગાડીઓ આવી પહોંચી. રૂસ દેશનાં લશ્કર પાછા હટયાં અને નાઝી પાંઝરના વેગ આગળ વધ્યા. એટલામાં તો સ્મોલૅસ્ક નગર પણ પડ્યું અને કીવનું પણ પતન થયું. રશિયાનું પાટનગર મેઢે હવે એકજ અઠવાડિયામાં પડશે એવી જાહેરાત હિટલરે કરી દીધી. સ્ટાલીન ઝાડનાં પાદરે પર નાઝી લશ્કરને ભયાનક ધસારે આવી પહોંચે.
ત્યારે સ્ટાલીનઝાડમાંથી સ્ટાલીને પડકાર જેવી જાહેરાત કરી. “ દુશ્મન અમારા રાષ્ટ્રનાં ઉંડાણમાં પેસી ચૂકયો છે. અમારી ધીખતી ધરા પર એકેએક રૂસી નાગરિકનું સર્વાગી યુદ્ધ હવે શરૂ થાય છે. અમારા ઉંડાણ બચાવ અને સામુદાયિક સામનાને હવે આરંભ થાય છે. લેનીનગ્રાડ કે સ્ટાલીનઝાડ અને માસ્ક નગર કદિ પડશે નહીં.” યુરોપપર નહીં દેખાયેલો એ પ્રતિકાર
રશિયાનાં આ મહાન પાટનગરપર નાઝી આક્રમણને ભરડે થંભી ગયો. રૂસી પ્રતિકારનું રૂપ માનવ ઇતિહાસમાં અજોડ એવું અણનમ દેખાયું.
રશિયાનાં અગાધ અને ઊંડાં સમરાંગણ દેખતે પાછો હિટલર, પ્રિન્સ કાલે વરટેનબર્ગને કહેતા હતા, “બાપુ એડે, બાપુ ઓડ કબુલ કરું છું કે જે દિવસે મેં રશિયા સાથેની સલાહ પર સહી કરી તે દિવસ મારા જીવનને સૌથી વધારે ગમગીન દિવસ હતો.” એ દિવસ પછી મોકુફ રાખવું પડેલું યુદ્ધ આજે એણે શરૂ કર્યું હતું. રૂસી દેશને માખણ કલ્પનાર હિટલરને પાછા