________________
પ૭ર
વિથ ઈતિહાસની રૂપરેખા આક્રમણ કરીને જ નાશ કરે છે, પણ એમ કરવા માટે, યુરોપમાં નિઃશસ્ત્રીકર
ની અવ્યવહારૂ વાત કરતી મરણ પામેલી લીગ ઓફ નેશન્સના જીનેવામાં આવેલા ઘરખટલાને અથવા ઘરને, પણ સળગાવી મૂકવું પડશે તે વાત પણ એણે સ્પષ્ટ કરી. બીજા વિશ્વયુદ્ધની રચાતી ભૂમિકા
દુનિયાની સરકારેએ શાંતિની રચના અને રક્ષણ કરવા માટે રચેલી, વર્સેલ્સના કરારમાંથી જ શરૂ થયેલી “લીગ ઓફ નેશન્સ” ના મુખ્ય પાયા હવે ખોદાઈ જતા હોય તેમ લાગ્યું. આ પાયામાં ઉભેલી નિઃશસ્ત્રીકરણની બાબતને લીગ ઓફ નેશન્સના શાહીવાદી સભ્યએજ નકારી કાઢયા પછી હિટલરે જાહેરાત કરી કે હું હવે સંપુર્ણ શસ્ત્રીકરણ કરવા માગું છું. વર્સેલ્સના કરારોએ ઘડેલે બીજે મુખ્ય મુદ્દો અંદર અંદરના રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાઓને શાંતિથી પતવવાને હતું પરંતુ એવી પતાવટ કરવાની આંતરરાષ્ટ્રિય જવાબદારી લીગ ઓફ નેશન્સના શાહીવાદી સભ્યોએ પિતાના વર્તન ભારત જ ફગાવી દીધી હતી. કાન્સે જર્મનીના રાહઈન પ્રદેશ પરનો કબજે લઈ લીધું હતું, અને ઈટાલીએ એડ્રિઆટીક સમુદ્ર કિનારા પ્રદેશ પડાવી લીધે હતો. આ બનાવે સાથે જ હિટલરે લીગ ઓફ નેશન્સના સભ્યોને લીગ ઓફ નેશન્સને સમેટી લેવાની સૂચના કરી તથા પોતે લીગ ઓફ નેશન્સમાં નથી એમ માનીને તેણે બીજા વિશ્વયુદ્ધની તડામાર તૈયારીઓ કરવા માંડી. એણે જાહેર કર્યું કે હું જગતમાંથી સામ્યવાદનું નિકંદન કાઢી નાખવા માટે રશિયા ઉપર ચઢવા માંગું છું. લીગ ઓફ નેશન્સના શાહીવાદી સભ્યોને હિટલરને આ ઈરાદે ગમી ગયો, પરંતુ હિટલરને પગલે કદમ ઉઠાવવા તૈયાર થયેલા જાપાનના શાહીવાદ અને મુસલીની એ પણ પોતાની કૂચ કદમ હિટલરની સાથે મિલાવીને પહેલે જ પગલે સામ્યવાદ પર નહીં પરંતુ ચીન અને એબિસીનીયા પર આક્રમણ કર્યું. આ ઈટાલી અને જાપાન હિટલરના યુદ્ધચક્રની ધરી બનેલા દેશ હતા. જાપાને લીગ ઓફ નેશન્સને પડકાર ફેંકે એવું પગલું ભરીને મંચુરિયા પર ચઢાઈ કરી. જાણે કંઈ બન્યું ન હોય તેમ લીગના શાહીવાદી સભ્યોએ મંચુરિયા પરની જાપાનની ચઢાઈને પસાર થઈ જવા માટે અખિ મીંચી દીધી. જાપાનના આક્રમણે મંચુરિયાને કબજે લેતાં પહેલાં લીગની કાયા ઉપર થઈને લીગના ઉદ્દેશોને કચડી નાખ્યા. આ બનાવથી લીગ ઓફ નેશન્સ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાની કરોડ તૂટી ગઈ. જગતના દેશોએ ૧૯૩૩ના જાન્યુઆરીની ૧૯મી તારીખે ચીન રાષ્ટ્ર પરના આક્રમણમાં મંચુરિયા નામના તેના પ્રાંતને આઘાત પામીને કચડાઈ જતો દીઠે.