________________
બીજા વિશ્વયુશનું વિહંગાવલોકન
૧૮૯ બેઅમને પાછળથી પાડી નાંખીને ફ્રાન્સનું પતન કરવા દેડી ગઈ હતી. નાઝી યુદ્ધ યંત્રના ભારા નીચે બેજીયમ પર થઈને માનવ સંહારને આક્રમક ધસારે ફલેન્ડર્સ તરફ આગળ વળ્યું હતું. નાઝી લશ્કરવાદની ટેકે અને મોટરસાયલેના ખૂનખાર ધસારાએ ફલેન્ડર્સમાં થઈને વિજળીક વેગ ધારણ કરીને ફ્રેન્ચ લશ્કરની હરોળને બે ભાગમાં ચીરી નાખીને ફાન્સ દેશને પણ પતન પમાડી દીધું હતું. આખા જગત પર યુદ્ધ ફેલાયું
ફ્રાન્સના પતન સાથે જ, પરાછત ફ્રાન્સનાં આફ્રિકાનાં સંસ્થાને પર ઈટાલીએ કબજે કરી લીધું. આફ્રિકા પર અને ભૂમધ્યમાં બ્રિટન સાથે યુદ્ધ કરવાની જવાબદારી ઈટાલીએ સ્વીકારી તથા જરમનીએ બ્રિટન પર આક્રમણ કરવાનો હવાઈજંગ ખેલવા માંડ્યું. જાનમાં (૧૯૪૦) અધવચમાં ફ્રાન્સને પરાજ્ય કર્યા પછી ઘેરાઈ ગએલા બ્રિટનને બેજ મહીનામાં શરણે આવવાની ફરજ પાડવાની ધારણા સાથે હિટલરે બ્રિટન પર બેબમાર શરૂ કર્યો અને ઓગસ્ટની ૧૫મી એ પિતે લંડનમાં વિજ્ય પ્રવેશ કરશે તેવી જાહેરાત કરી.
પરંતુ આખા જગતની પ્રશંસાને લાયક એવી પિલાદી હિંમતને ધારણ કરીને લંડન૫ર વરસતા મોતને સામને કરીને લંડનનાં નાગરિકે એ ભેમ ભિતર આશ્રમાં અનેક રાત્રિઓ પસાર કરવા માંડી, અને હિટલરે મુકરર કરેલે ઓગસ્ટને ૧૫ દિવસ પસાર થઈ ગયો.
આ પછી તરત જ ઇગ્લેંડ પર દિવસ રાત હિટલરના બેબરાએ મત વરસાવવા માંડ્યું. ઇંગ્લેંડની પડખે પિતાનાં તમામ, સાધને સુપ્રત કરવાની અમેરિકાએ જાહેરાત કરી. અમેરિકા અને બ્રિટનનાં નસીબ એક સાથે બંધાયલાં છે એમ ચરચીલે કહ્યું. અમેરિકાએ આ વિશ્વયુધ્ધમાં પિતે યુદ્ધ જાહેર કરવા પહેલાં ઇંગ્લેંડની તરફદારી, સાધન સામગ્રી આપવા માંડીને શરૂ કરી દીધી.
ત્યારે આ તરફ જરમનીને પક્ષે જાપાને પણ યુદ્ધમાં ઉતરવાની તૈયારીઓ કરવા માંડી. ઈટાલી અને જર્મનીની ફાસીવાદી ધરીએ જાપાનને ફ્રાન્સનું ઈન્ડે-ચીન નામનું સંસ્થાન ભેટ આપ્યું. ઇન્ડેચીનમાં થઈને ચીન પર આક્રમણ કરવાનાં તથા ચીનમાં જતી અમેરિકા અને બ્રિટનની સાધનસામગ્રી રોકવાનાં નૌકામથકે તથા હવાઈ મથકો પર કબજે કરવાનાં પગલાં જાપાન લઈ શકે તેમ હતું. આ રીતે પાસિફિક મહાસાગરમાં બ્રિટન તથા અમેરિકાને જાપાન હંફાવી શકે તેમ હતું.