________________
૩૪.
ખીજા વિશ્વયુદ્ધનું વિહ’ગાવલેાકન
[બીજી વિ વહેલુ આવ્યુ એક વિશ્વમાંની બે છાવણીઓ, સામ્યવાદ ાસીવાદી શાહીવાદ-પેાલેન્ડપર આક્રમણ અને બીજા વિશ્વયુદ્ધના આરંભ-યુરોપનું પતન—] વિશ્વયુદ્ધના ઉપડેલા કદમ, ક્યાં પડશે !
ઝેકાસ્લાવાકીયાના પતનનેા દેખાવ, દેખતી જગતની શાહીવાદી ઘટનાનાં લોકશાહી અને ફાસીવાદ નામનાં બન્ને સ્વરૂપે! એક ભીજા પર શ્વાસ થભાવીને દેખતાં હતાં. ઝેકેાસ્સાવાકીયાનું પતન સ્વીકારી લઇ ને વિશ્વની શાહીવાદી સરકારાતું અંગ્રેજ-ફ્રેન્ચ–અમેરિકન જૂથ હિટલરની રગાડીઓ હવે રશિયા પર ઉતરી પડે તેને આનંદ પામવાની ધડીએ ગણતું આતૂર બન્યું હતું. પરંતુ ઝેકેસ્સાવાકીયાના શબ પર ઉભેલું, શાહીવાદી ફાસીવાદનું, હિટલરની આગેવાનીવાળું, જર્મન-ઇટલી-જાપાન,ની યુદ્ધ ધરી બનેલું બીજૂં જૂથ, પાતે, મ્યુનીચમાં પહેલા જૂથ સાથે કરેલા કરારો પ્રમાણે, વિશ્વશાહીવાદના જાની દુશ્મન, જેવા અને જગતભરની આઝાદીના લાલ કિલ્લા બનેલા, જગતનાં શ્રમમાનવાના સામ્યવાદી ગઢ જેવા રશિયા પર એકદમ આક્રમણ્ કરવાને બદલે, પોલેન્ડ પર ઉતરી પડવાનું પગલું લેવા માંડયું.
આથી શાહીવાદીઓનું અંગ્રેજ-મેન્ય-અમેરિકન જૂથ અથવા લાકશાહી શાહીવાદી જૂથ હિટલર સામે કાપથી કંપી ઉઠ્યું. આ જૂથવતી પોલેન્ડને તમામ મદદ કરવાનાં ખાટાં વચને અંગ્રેજી શાહીવાદે આપવા માંડયાં. આ વચનેાના ચાર સંભળાતો હિટલર અટ્ટહાસ્ય કરતા હતા, કારણ કે પોલેન્ડને કાઇ પણ રીતે કશી જ મદદ આપવાની હવે ભૌગાલિક સ્થિતિ જ હતી નહી. હિટલરના સાણસા વચ્ચે પોલેન્ડ ઘેરાઈ ગયું હતું તથા પતન અને માત શિવાય ખીજો કાઈ મા પોલેન્ડ માટે હતા જ નહીં.
છતાં પણ ઇ. સ. ૧૯૩૯ ના એપ્રિલની ૫ મીએ સોવિયટ રશિયાએ અસાધારણ ધિરજ ધારણ કરીને હિટલરના ફાસીવાદની ખુશી ખુશામતના રાહને ધારણ કરનાર અને સંહારને શરણે જનાર યુરોપનાં અંગ્રેજ–ફ્રેચ-અમેરિકન નામનાં શાહીવાદી રાષ્ટ્રોની એક તાકીદની પરિષદ યોજવાની હાકલ કરી. એમાં એણે બ્રિટન, ફ્રાન્સ, રશિયા, પેાલેન્ડ રૂમાનીયા અને તુર્કસ્તાનની સરકારે ભાગ લે તથા, સામુદાયિક સલામતિના કરારો કરે તેવી સૂચના કરી. છતાં પણ અંધ એવા શાહીવાદી બ્રિટને આ દરખાસ્ત તરફ આંખા મીચી