________________
૫૮૨
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લડીને જગતની ખાનાખરાબી કરી નાખીને મૂડીવાદી અર્થતંત્રને આર્થિક આંધીના રસ્તા પર ચઢાવી દીધું હતું. જગત પર એ આંધી અર્થતંત્રના
*
,
,
-
-
નિયમ પ્રમાણે આવી પહોંચી. એ આંધીમાંથી ઉગરવાને કઈ સારો ઉપાય શાહીવાદી જગત પાસે નહોતે. યુદ્ધની શાહીવાદી ઘટના પાસે આર્થિક આંધી પાસેથી ઉગરવા માટે યુધ્ધ એજ ઉપાય હતો. જેવી રીતે પહેલા વિશ્વયુધ્ધ વખતે જર્મનીના કૈસરે જર્મનીના આર્થિક સવાલનો ઉકેલ યુધ્ધ મારફત જ આણવાનો પ્રયત્ન કર્યો તે પ્રમાણે આ સમયે પણ કેસરની મૂછોવાળા ચહેરામાં થ્રેડોક ફેરફાર કરીને હિટલરનું મૂછાળું સ્વરૂપ કૈસરે અજમાવેલા ઉપાયને જ ધારણ કરીને યુધ્ધનો જાપ જપતું આવી પહોંચ્યું. આ સમયે પણ યુધ્ધને અટકાવવાનું કામ વિજેતા શાહીવાદીઓએ ધારણ કર્યું હતું. પરંતુ શાહીવાદની રચના જ એવી હોય છે કે તે વિશ્વશાંતિને નહિ પરંતુ યુધ્ધને જ ટેકે આપી શકે.
આ રીતે લીગ ઓફ નેશન્સે પણ વિશ્વશાંતિની જરૂરિયાત કાગળ ઉપર સ્વીકાર્યા પછી યુદ્ધની કાર્યવાહીને ચાલુ રાખી. વિશ્વશાંતિ માટે અનિવાર્ય રીતે જરૂરી હોય છે તેવી શાંતિની સંસ્થાઓની રચના લીગ ઓફ નેશન્સ કરી શકી નહિ. યુદ્ધને અટકાવવા માટે રાષ્ટ્રિય અને આંતર રાષ્ટ્રિય, આર્થિક અને રાજકીય સંસ્થાઓમાં અને તેની અર્થનીતિ તથા રાજનીતિમાં જે ફેરફારે અનિવાર્ય રીતે જરૂરી હોય છે તે ફેરફાર અને આક્રમણને અટકાવી દેવાને હિંમતભર્યો નિર્ણય પણ લીગ ઓફ નેશન્સ દાખવી શકી નહિ.