________________
વિશ્વ ઈતિહાસની રૂપરેખા
૫૬
નૂતન સંસ્કૃતિનુ અથ કારણ
યુરોપના બધા દેશોમાં રશિયા આર્થિક રીતે સૌથી પછાત દેશ હતા તથા ખેતીપ્રધાન દેશ હતા. પહેલા વિશ્વયુદ્ધમાં મિત્રરાજ્યાના પક્ષમાં ઝારની શહેનશાહતે એને યુદ્ધમાં સામેલ કર્યાં. પછી વિશ્વયુદ્ધે એના અકારષ્ણુની કરાડ ભાંગી નાંખી. જ્યારે ક્રાંતિએ સત્તા હાથ કરી ત્યારે આર્થિક અવ્યવસ્થા અને અંધેર સંપૂર્ણ હતાં. ત્યારે રશિયાને માનવસમુદાય ભૂખમરામાં હડસેલાઇ ચૂકયા હતા. તે સમયે આ માનવસમુદાય નિરક્ષર હતા. અને ઉદ્યોગની દશા ખૂબ કંગાલ હતી, રશિયાના ધણા પ્રદેશ પર લકાએ એન્જીન પણ ત્યાંના દીઠું નહેાતું તથા પછાત એવા પ્રદેશમાં તે માનતા હતા કે વિજળી નામના દીવા જાદુઈ કરામત હોવી જોઈ એ આ અરસામાં લેનીન અને સ્ટેલિનની આર્ષ દૃષ્ટિએ જૂની અધટનાવાળી, મૂડિવાદી દુનિયા સાથે શાંતિની પરદેશનીતિ જાહેર કરી. તેમણે રશિયાનું નૂતનરૂપ ઘડવા માટે ઉદ્યોગની આરાધના શરૂ કરી. કાર્લ માર્કસ નામના મહાન વિશ્વ ચિંતકના આર્થિક સિદ્ધાંત પર ક્રાંતિની આર્થિક ધટનાના અહીં આરંભ થયા. આ ધટનાનું મુખ્ય રૂપ યાજનાબદ્ધ અતંત્રનું હતુ તથા અર્થતંત્રને વ્યવહાર સપ્લાય અને ડિમાન્ડના નહેાત નફાખાર અર્થતંત્રને આ નવી અર્થધટનાને અર્થવ્યવહારને સંપૂર્ણ પણે ઈન્કાર કરતા હતા. આ અર્થતંત્ર નીચે આર્થિક ઉત્પાદનનાં તમામ સાધન રાજ્યની માલિકીનાં બનતાં હતાં તથા ઉત્પાદન અને વહેંચણીને વહિવટ રાજ્યના કાબૂ નીચે આવતા હતા. આ રીતે આ નૂતન વનપ્રથાને આર્થિક હેતુ મૂડીવાદનાં અનિષ્ટને પામ્યા વિના જીવનપ્રથાનું સામાજિક સમાનતાવાળું રૂપ, ઔદ્યોગિકરૂપમાં રૂપાંતર કરવાના હતા. જોસેફ સ્ટેલિને પેાતાની તાકાતને સપુર્ણ ઉપયેાગ રૂસી સમાજટનાની કાયાપલટ કરવા માટે કર્યાં. આ સરમુખત્યાર જીવનના, શ્વાસે શ્વાસે આ રૂપાંતર કરવાના એક માત્ર આવેગ રટવા લાગ્યા. વિશ્વ તિહાસના આ મહામાનવનું નિર્ણયરૂપ ઈતિહાસના નિર્ણય બનીને તથા નિષ્ઠુર એવા જીવન સ ંજોગામાં નિષ્ઠુર બનીને કાર્યવાહીના અમલ કરવા મંડી પડયુ. અને જગતના તિહાસમાં બહુ જ ઘેાડા સમયમાં અત્યાર સુધી કાઇ પણ દેશે નિહ કરેલી એવી ઔદ્યોગિક અને સામાજિક પ્રગતિ સ દેશમાં નોંધાવા લાગી. ઇ. સ. ૧૯૨૦ સુધીમાં બહારના અને અંદરના ક્રાંતિ સામેના દુશ્મનાનાં આક્રમણાને પાછાં હટાવ્યા પછી પેલા પેાલાદી માનવીની પેાલાદી સરમુખત્યારશાહી, જીવન ઘટનાની કાયાપલટ કરવા માટે કુદરત જેવી ક્રૂર બનીને મંડી પડી.
ઈ.સ. ૧૯૨૦થી ઈ. સ. ૧૯૩૪ સુધીના ખૂબ જ થાડા સમયમાં યુરાપના દેશએ જે પ્રગતિ એક સૈકામાં પણ કરી નહાતી તેના કરતા અધિક