________________
૫૬૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગુલામ દેશની નવેસરથી વહેંચણી કરવાનું પહેલું વિશ્વયુદ્ધ લડનારા શાહીવાદી દેશોએ જે ઈચ્છયું નહતું ને ધાર્યું પણ નહેતુ એવું શ્રમમાનવની સરમુખત્યારીનું રાજ્યનું વહિવટનું સ્વરૂપ રૂસી ધરતી પર ધારણ થયું. આ સ્વરૂપે પિતાને પહેલે મુદ્રાલેખ લખ્યું કે જગતભરના તમામ રાષ્ટ્રો માટે અમારું નવું રાજ્ય સમાનભાવે, આત્મનિર્ણયને સિદ્ધાંત સ્વીકારે છે. આ નવા સોવિયેટ રા પિતાના રાજવહિવટના પહેલા પગલા તરીકે વિશ્વશાંતિની નૂતન પરદેશનીતિના શાહીવાદી વિરોધી રૂપની શરૂઆત કરી. ઝારના શાહીવાદી વહિવટ નીચે પરાધીન બનેલા ફલેંડ, ઈસ્ટોનિયા, લેટવિયા, લીથુઆનિયા અને પોલેંડના પ્રદેશને તેણે મુક્ત અથવા આઝાદ જાહેર કર્યા. રશિયાના રાજવહિવટમાં જોડાયેલાં સેશ્યાલીસ્ટ રીપબ્લીકેમાં રશિયન ભાષા નહિ પણ પ્રાદેશિક ભાષાઓવાળાં સમાન દરજજાનાં વહિવટી ઘટક શરૂ થઈ ગયાં. થોડાં જ વર્ષોમાં ૧૮ વર્ષની ઉંમરનાં તમામ સ્ત્રી પુષ્પને પૂર્ણ મતાધિકાર આપવામાં આવ્યો. આ નૂતન રાજ્યવહિવટના સ્વરૂપે સમસ્ત રૂસી ધરતી પર પ્રથમ પંક્તિના કાર્યક્રમ તરીકે પહેલી પંચવર્ષિય યોજનામાં એકેએક સ્ત્રીપુરૂષ અને બાળક બાળકો માટે રોટી રહેઠાણ અને પોષાક આપવાની તથા સમાનભાવે અને ફરજીઆત રીતે શિક્ષણ આપવાની પ્રથમ પંક્તિની બંધારણીય જાહેરાત કરી. એક નૂતન જીવનપ્રથાનું રાજકીય રૂપ
ત્યારે આ બધી શાહીવાદી એવી લોકશાહી સરકારેનું યુરોપમાં નવા જન્મેલાં બધાં રિપબ્લીક ઉપર પહેલા વિશ્વયુદ્ધના વિજેતા બનેલા શાહીવાદી દેશનું વર્ચસ્વ હતું. આ શાહીવાદી દેશેએ યુરોપનાં આબીજાં બધાં રિપબ્લીકની ઉપર પિતાની અસર જમાવી રાખી હતી.
પરંતુ નૂતન યુગનાં નવાં એંધાણ આપતું એક નવી જાતનું આ રિપબ્લીક સેવિયટ સેશિયાલીસ્ટ રિપબ્લીકસ” નામનું બન્યું. આ રિપબ્લીકનો જન્મ વિશ્વયુદ્ધના અંતમાં થયો હતો, પરંતુ આ રિપબ્લીક ઉપર વિજ્ય પામેલા શાહી–વાદીઓને જરાપણ કાબૂ હતા નહીં. વિશ્વયુદ્ધ વખતે શાહીવાદીઓની વિજેતા બનનારી છાવણીઓમાં જ રશિયાને શહેનશાહ ઝાર એક મિત્ર તરીકે સામેલ થયેલું હતું, છતાં વિશ્વયુદ્ધના અંતમાં જ આ શહેનશાહ વિજેતા શાહીવાદી ઓની છાવણીમાં વિજ્યની ઉજવણી કરવા માટે જીવત રહી શકે નહીં. રશિ. યાના માનવસમુદાયે આ શહેનશાહને અને તેની શહેનશાહતને રશિયામાંથી ખત્મ કરી નાખ્યાં. રશિયામાં વિશ્વઈતિહાસની પહેલી સામાજિક ક્રાંતિ થઈ. આ સામાજિક ક્રાંતિએ શહેનશાહતને પિતાના રાષ્ટ્રમાંથી ખતમ કરી નાખીને અને