________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરોપનું રાજકારણ
૫૬૯ યુદ્ધ રચનાને શાહુકાર બનેલા યુનાઈટેડ સ્ટેટસના દેવાદાર બન્યા હતા. એમાં જોડાએલા બીજા દેશ પરાજય પામેલા દેશો હતા અને યુદ્ધમાં તેમણે પિતાનું બધું જ ખચી નાખ્યું હતું. યુરોપના દેશોની બનેલી આ લીગ ઓફ નેશન્સની સંસ્થાનું સ્વરૂપ દેવાળીઆઓની મંડળી જેવું હતું. આ બધા દેવાદારોને એક માત્ર શાહુકાર અમેરીકન સરકાર હતી અને એણે યુરોપની આ યાદવાસ્થળીમાં મેતના વેપાર વડે અઢળક ધન પેદા કર્યું હતું.
વિજેતા શાહિવાદી દેશે અમેરીકન શાહુકારનું દેવું ચૂકવવા પરાજય પામેલા જર્મની અને બીજા પ્રદેશોનાં હાડપિંજર પાસેથી જેટલું ઉઘરાણું વલ કરે તેટલું દેવું તેઓ ચૂકવી શકે તેમ હતું. છતાં આવી પરિસ્થિતીમાં પણ બ્રિટન અને ફ્રાન્સના શાહીવાદી દેશે રશિયામાં શરૂ થએલી સામાજિક ક્રાંતિને ખતમ કરી નાખવા માટે પોતાનાં લશ્કરને રશિયાની સરહદો પર દોડાવે જતા હતા અને વધારે દેવાદાર બનતા જતા હતા. વિશ્વયુદ્ધના અંતની આવી પરિસ્થિતી હતી ત્યારે વેરાન બનેલા યુરોપના સમયપત્રકની ઈ. સ. ૧૯૨૦ મા વરસના ઓગષ્ટ મહિનાની ૧૧ મી તારીખ ચાલતી હતી. પહેલા વિશ્વયુદ્ધ પછીની યાદગાર તવારીખ
રશિયાની સામાજિક કાતિ સામે લડાઈ એવા નિકળેલા વિજેતા શાહીવાદિઓનાં પરાજ્ય પામેલાં લશ્કરે જેમ જેમ પાછાં આવતાં ગયાં તેમ તેમ અંગ્રેજી અને ફ્રેન્ચ શહિવાદ ને ડહાપણ આવતું ગયું અને તેમણે ૧૯૨૦ ના મેના ૩૧ મા દિવસે રશિયા સાથે એટલે રશિયાની નવી સેવિયેટ સરકાર સાથે વેપારી કરાર કર્યા. આ કરારે સામે ત્યારની યુરેપની દુનિયાના અમેરિકન શાહુકારે પિતાને અણગમો જાહેર કર્યો અને સામાજિક ક્રાંતિવાળી આ નવી સરકાના અસ્તિત્વને સ્વીકાર કરવાનો ઈનકાર કર્યો. અમેરીકન સરકારે એ સાથેજ ઇંગ્લેંડ અને ફ્રાન્સ પરની પિતાની ઉધરાણું વધારે સખત કરવા માંડી. ફ્રેન્ય સરકારે અમેરિકન સરકારનું દેવું ભરવા માટે જર્મની પાસે નિકળતી યુદ્ધની નૂકસાની ભરપાઈ કરવા માટે ફરમાન કર્યું. જર્મનીએ નુકસાની ભરી શકવાની પોતાની અશક્તિ જાહેર કરી એટલે ફ્રેન્ચ સરકારે જર્મનીના રૂહર નામના કેલસાના ઉત્પાદનના પ્રદેશનો કબજો લેવા લશ્કર મોકલ્યું અને જર્મનીના એ આખા પ્રદેશ પર કબજો લઈ લીધે. પરિણામે વસેલ્સના કરારમાં સર્જાયેલા જર્મન રિપબ્લીકની કરોડ ભાંગી ગઈ. આ રીતે શાહીવાદી વિજેતાઓએ પિતેજ જન્માવેલા, જર્મન રીપબ્લિીક નામના બચ્ચા પર આઘાત કર્યો ત્યારે આ રીપબ્લિીકની ઉંમર ૧૯૨૩ ની સાલ નાતાલમાં ત્રણ જ વર્ષની થઈ હતી.