________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનું યુરેપનું રાજકારણ
પ૬૩ જીવે એવી શાંતિની પરદેશ નીતિને ધારણ કરવી. આ સિદ્ધાંત પ્રમાણે સ્ટેલિનની પરદેશ નીતિએ લીગ ઓફ નેશન્સમાં, સભ્ય થવાનું પહેલું પગલું લીધું. એ પગલાંની ટોટરકીએ સખત વિરોધ કર્યો. આ સાથે જ સ્ટેલિનના આંતરરાજ્ય વહિવટે રશિયા ભરમાં ઔદ્યોગીક ક્રાતિને ફેલાવી દેવાની અને રશિયાની પછાત આર્થિક દશાને મૂડીવાદી દેશની ઔદ્યોગીક ધટના સુધી પહોંચાડી દેવાની પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી. રેંટિસ્કીએ આ તમામના પ્રખર વિરોધ કર્યો. એને પરિણામે સરમુખત્યારશ્નાહીએ એને દેશવટ દીધો.
શાહીવાદી વિશ્વયુદ્ધ લઢીને જગતના પછાત અને પરાધીન પ્રદેશની તથા