________________
પહેલા વિશ્વયુદ્ધ પછીતુ યુરોપનું રાજકારણ
૫૫૩
ચાલુ રહ્યો. જાન્યુઆરીની પમીએ રાજા એલેકઝાંડરે, રાજસભાને બરખાસ્ત કરી નાખીને, તથા બધા રાજ્કીયપક્ષેાને વિખેરી નાખીતે પોતાને સરમુખત્યાર તરીકે જાહેર કરી દીધેા.
પાલેન્ડના પીલમુદસ્કી
પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન, એસ્ટ્રીયાના પક્ષમાં રહીતે, જનરલ, જોસેફ પીલસુદસ્સીએ પેાલેન્ડમાં લશ્કરી હિલચાલ શરૂ કરી હતી, તથા એનાં પેાલીસ લશ્કરાને, એક્સ્ટ્રા હંગેરીયન લશ્કરામાં જોડી દેવામાં આવ્યાં હતાં. ઇ. સ. ૧૯૧૬માં યુદ્ધ દરમ્યાન, જર્મન સરકારે પોલેન્ડના સ્વતંત્ર રાજ્યની જાહેરાત કરી હતી, અને પોલેન્ડ પર પેાતાનું સ્વામીત્વ ચાલુ રાખ્યું હતું. આ સામે પીલસુદસ્સીએ, વાંધા લીધે એટલે એને પકડીને જન સરકારે કેદ કર્યો, અને ૧૯૧૮ના નવેમ્બરમાં છૂટીને પીલસુસ્કી પાળે પાલેન્ડ આવ્યો. ત્યારે વિશ્વયુદ્ધના અંતમાં એને ત્યાંની રીજન્સી કાઉન્સીલે લશ્કરી અધિકાર સોંપી દીધા. નવેબરની ૧૪મીએ આ લશ્કરી સરદારે પેાલીસ રીપબ્લીકને સ્વતંત્ર જાહેર કયું તથા પોતે તેના સરમુખત્યાર બન્યા.
શાહીવાદી લાશાસનના પરાજય
પહેલા વિશ્વયુધ્ધે જગતના સામાજિક અને રાજકીય વ્યવહારમાં સ્વીકારાયેલી ધણી બાબતે તે અથવા લાંબા સમયથી ચાલી આવતી જીવનની કિકતાને તોડી નાખી. જગતના જીવનમાં પહેલા વિશ્વયુદ્ધ સુધીમાં સૌથી મોટાં રાજકીય સ્વરૂપે લેાકશાહી અને રાષ્ટ્રવાદ નામનાં હતાં. આ બંને સ્વપ્ને વિશ્વયુદ્ધ પહેલાના રાજકારણે અનંત કાળ સુધી ચાલે તેવાં જીવનનાં સ્વરૂપો તરીકે ગણાવ્યાં હતાં. પરંતુ લેાકશાહી ઇંગ્લેંડ, અમેરિકા અને ફ્રાન્સનાં લાકશાહી સ્વરૂપે આખા જગતને પેાતાનું સંસ્થાન અથવા ગુલામ બનાવીને એવી શાહીવાદી લોકશાહીમાં કાઇ મૂળમૂત દોષ હતો તે બાબતને સાખીત કરી દીધી. આવી લોકશાહીઓએ જગતની પછાત પ્રજાઓને રાજકીય રીતે સ ંસ્થાના ગુલામ બનાવી તથા તેમનાં રાષ્ટ્રાને પેાતાનાં સંસ્થાના બનાવ્યાં. પહેલા વિશ્વયુદ્ધમાં વિજયી બનેલી આ મુડીવાદી લોકશાહી સરકારો શાહીવાદી હતી તથા તેમણે ખીજા દેશોની પ્રજાને પાયમાલ કરી નાખી હતી, તથા તેમનું સર્વસ્વ શોષી લીધું હતું. આવી લોકશાહીઓનું મુડીવાદી અને સામ્રાજ્યવાદી સ્વરૂપ વિશ્વયુદ્ધમાં પરાજીત પામેલા શાહીવાદી દેશાએજ પોતાને ત્યાં પડકાયું. આવા દેશામાં જની અને ઇટાલી એ મુખ્ય હતા. આ બન્ને દેશામાંથી વિશ્વયુદ્ધના પરિણામમાં શહેનશાહનાં સિહાસના તો નાબૂદ થવાજ માંડયાં હતાં. પરંતુ વિશ્વયુદ્ધનાં પરિણામેાના આર્થિક અંધેરમાં
७०