________________
પહેલા વિશ્વયુદ્ધ પછીનુ યુરોપનું રાજકારણ
જર્મનીની ફાસીવાદી અથવા શાહીવાદી સરમુખત્યારી
Ο
પહેલા વિશ્વયુદ્ધ પછીનું એક પરિણામ ઇટાલીમાં શરૂ થયેલી ફાસીવાદી સરમુખત્યારશાહી હતી. આ સરમુખત્યારશાહીએ વિશ્વયુદ્ધમાં કશું નહિ મેળવ્યા પછી યુદ્ધને જ પોતાના સિદ્ધાંત બનાવીને જગતપર સંસ્થાના મેળવવા માટે તૈયારી કરવા માંડી. એટલા પૂરતી આ શાહીવાદી સરકાર વિજેતા બનેલી શાહીવાદી સરકારાથી જુદી પડતી હતી. યુરોપના એવા જ ખીજો શાહીવાદી દેશ જની હતા, પહેલું વિશ્વયુદ્ધ શરૂ કરનાર આ જર્મન શાહીવાદ જ હતા. આ જર્મન શાહીવાદ વિશ્વયુદ્ધમાં પરાજય પામ્યા હતા અને એનાં બધાં સંસ્થાના વિજેતા શાહીવાદાએ વહેંચી લીધાં હતાં. આ ઉપરાંત પરાજીત જર્મની પર યુદ્ધના અનેક ખાજાએ વિજેતાઓએ નાખ્યા હતા તથા જર્માંન પ્રજા ઉપર વીમર્ રીપબ્લીક નામનું રાજ્યબંધારણુ આ વિજેતાઓએ જ ધડી આપ્યું હતું. ઇ. સ. ૧૯૧૯ થી ૧૯૭૩ સુધી આ વીમર રીપબ્લીકે જર્મનીના રાજકારભારનું ગાડુ ગબડાવ્યું. ઈ. સ. ૧૯૩૨ ની ચૂંટણીમાં ખૂવાર થયેલા જર્મનીમાં કમ્યુનિ સ્ટોની બહુમતી થઇ. જર્મનીના શાહીવાદી વર્ગ અને પ્રશિયાના જમીનદારી વર્ષાં આ સામે ભડકી ઉઠયા. આ સજોગોમાં, જન્મતીના શાહીવાદી ઉદ્યોગપતિએ ખાનગીમાં શસ્ત્રસજ્જ બનાવેલા એડાલ્ફ હિટલર નામના તેમના આગે. વાન ફેસિસ્ટ મંડળી બનાવીને આગળ આવ્યો. આ ફાસિસ્ટ પક્ષનું જ નીમાં નાઝી પક્ષ એવું નામ હતું. જર્મનીના ઉદ્યોગપતિઓની મદદ વડે હિટલરે પેાતાનું ખાનગી લશ્કર જમાવ્યું. એ લાખ સૈનિકાની સંખ્યાવાળા આ ખાનગી લશ્કરની કવાયતના અવાજ જર્મનીનાં નગરોમાં સંભળાવા લાગ્યા. ઈ. સ. ૧૯૩૨ માં પ્રેસીડન્ટ હિડનગેમાં હિટલરની નિમણૂક ચેન્સેલર તરીકે કરી. હટલર પોતાના સાગરિતા સાથે સત્તા પર આવ્યા કે તરત જ એણે સરકારને હાથ કરવાના બધા પ્રયત્ન શરૂ કર્યા. એણે મહાન જમની ધડવાની જાહેરાત કરી. એણે એસ્ટ્રીયામાં અને આલ્સેકમાં વસતા બધા જમનાને રાજકીય રીતે એક કરવાની જાહેરાત પણ કરી. એણે યહુદીઓ અને સામ્યવાદીઓ સામે રાજ્કીય અને સામાજિક યુદ્ધ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી. એણે જર્મની પર લદાયેલું તમામ દે નાબૂદ કરવાની તથા પેાતાનાં ગુમાવેલાં તમામ સંસ્થાને પાછાં મેળવવાની જાહેરાત કરી.
૫૫૭
હિટલરે ઇ. સ. ૧૯૩૩ ની ચૂંટણી દમિયાન નાઝી પક્ષ માટે સરકારી હકૂમત હાથ કરવાની હિંસક કાર્યવાહી આરંભી દીધી. એના ખાનગી લશ્કર વડે અને ગાર્ડિંગ નામના એનાજ પક્ષવાળા પોલિસ ખાતાના વડાની મદદ વડે