________________
૫૩૮
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
Ο
ગયું, જેમજેમ એની રાજ્કીય તાકાત વધતી ગઇ, તેમતેમ જગતના રાજકારણથી અલિપ્ત અથવા વિરકત રહેવાની એની એક સમયની દંતકથા તૂટી જવા માંડી. અમેરિકાની ભૌગેલિક પરિસ્થિતિમાંથી જ તેના શરૂઆતના પરદેશી રાજ કારણના સુર અલગતાવાદના રહ્યા હતા. જૂના જગત અને આ નવી દુનિયા વચ્ચે ત્રણ હજાર માઇલના એટલાંટિક મહાસાગર અને એથી વધારે અતરાયવાળા પાસિદ્ધિ મહાસાગર પડયા હતા. આ બે મહાસાગરોએ અમેરિકાને યુરોપ અને એશિયાથી અલગ પાડયા હતા.
શિયા
ચીત
પાત
ફીલીપાઈન Eziyan
s
લાસ્કા
હવાઈ
પેસિફિક
યુએસએ
મહામા
વૅ ઈન્ડિઝ ર
દક્ષિણ અમેરિક
આર્કિટક
3 કલ
લા
આ
નામિકા
છતાં આ અલગપણું એક કલ્પના જ હતી. અમેરિકાના જન્મથી જ અમેરિકન વસાહતનું રૂપ યુરોપનાં માનવીએ વડે ધડાયું હતું. ઇંગ્લેંડ અને ફ્રાન્સ જ્યારે પછાત જગતને પરાધીન સંસ્થાના બનાવવાની હરીફાઇમાં શાહીવાદી યુદ્ધ ખેલતાં હતાં ત્યારે ઇંગ્લેંડનું પરાધીન સંસ્થાન બનવાની ના પાડવા માટે અને પેાતાના સ્વનિયના અધિકાર માટે ઇંગ્લેંડ સામે સ્વાતંત્ર્ય સ ંગ્રામ ખેડીને અને એ રીતે યુરોપ સાથેના સંપર્કમાંથી જ આઝાદ અમેરિકાનાં સંસ્થાનાનુ` એક એકમ ધડાયું હતું. આ નવી દુનિયામાં ચાલેલી ઇ. સ. ૧૮૧૨ની લડાઇ, નેપોલીયનીક યુદ્ધોનું જ એક ઉમાડીયું હતું. પછી આંતરવિગ્રહનું કારણ અંદરનુ જ છે, એમ ગણાવાતું હતું પરન્તુ એજ વિગ્રહના યુરાપીય કારણે અમેરિકાને ઇંગ્લેંડ સાથેના યુદ્ધની કિનારી પર લાવી દીધું હતુ. આ પછી પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું અને આ વિશ્વયુદ્ધ યુરોપના શાહીવાદી જૂથો વચ્ચે જ લડાતુ હોવા છતાં અમેરિકન શાહીવાદે તેમાં ઝ ંપલાવ્યુ તથા અલગતાવાદની અમેરિકન દંતકથાના અંત આવી ગયા. ત્યારે પૂરવાર થત્રું અમેરિકન રાજકારણ શાહાવાદી યુરાપના રાજકારણથી અલગ નથી પણ નિકટની એકતા ધરાવે છે.