________________
વિશ્વયુદ્ધ પહેલું
૫૩૫
વારસદાર તરીકે એકલા નહેરૂનું જ નામ નોંધ્યું હતું. આ વારસદારને એણે શું દીધું હતું! એની પાસે દેવા જેવું શું બાકી હતું ! એણે શાહીવાદ સામે એકધારી રીતે આ ધરતી પર કોતરાઈ ગએલી શાહીવાદે રચેલી કોમકોમ વચ્ચેની હુલ્લડખોરી નામની હિંસકઘટના સામે અથવા એ ઘટનાના સંહારના કાનૂન સામે કાનુનભંગની લડત ઉપાડી અને શાહીવાદના દૂલ્લડના કાનૂનને તેડયા કર્યો.
સંતે જીવનનું આરંભનું અને આખરી કાર્ય પણ આ જીવન મંત્ર પર જ ધારણ કરીને પિતાની પાસે હતું તે સર્વસ્વ સમર્પણ કરવાનું આખરનું ઈતિહાસકાર્ય આરંભી દીધું. જ્યારે આઝાદી પછી એ જ દૂલ્લડના આવેશનાં અંધારાં ચઢતાં હતાં ત્યારે, આ મહારાષ્ટ્ર પર પ્રકાશ જેવું એક કિરણ બનીને આખરી વારસાને કણેકણ ચૂકવીને મહાત્મા મેહનદાસ કરમચંદ ગાંધી, નામનું વિશ્વ ઈતિહાસનું સંસ્કાર મૂલ્ય શમી ગયું, અથવા શાહીવાદ નામની સંહારધટનાને આખર તક પિછો પકડીને, અતિપ્રાચીન એવા આ મહાન રાષ્ટ્રને વિશ્વસંસ્કૃતિના ઈતિહાસમાં ચિરંતન સ્થાન આપતું ગયું. એ સ્થાન આપવા માટે એણે ભારતના દિલનું કમાડ ખોલવા પિતાના સ્વત્વને ભારતમય બનાવ્યું. ગૌતમ પછીને વિધઈતિહાસને બનાવ ગાંધી નામને બન્યો.
આ બનાવ જનકના પ્રશ્વાસ સાથે વણાઇ ગયે. આ બનાવે, લેક આત્મામાં અત્યંતર બની જવા શરીરના અણુએ અણુને ચુકવી નાખીને જીવનભર પ્રાણનું સિંચન કરી કરીને આ અચલાયતન એવા રાષ્ટ્રનાં સામાજિક સ્વરૂપને પ્રાણમય બનાવી દીધાં. ગાંધીજીના જીવન સાથે અને એ જીવતરના એકેએક વણાટ સાથે વણાઈ ગએલે, હિંદને ઐતિહાસિક બનાવ રાષ્ટ્ર ઐકય બને. સૈકાઓના ઈતિહાસ પછી પહેલીવાર આ મહાન રાષ્ટ્ર રાષ્ટ્ર એકતાને ધારણ કરી, સુતેલા સૈકાઓ આ પ્રાચીન ભૂમિપર જાણે સમાધિ છોડીને બેઠા થયા. જગતના ઈતિહાસને, સંસ્કૃતિના ઘડતરના પાયા દેનાર અજીત અને ગ્રીસની પ્રાચીન સંસ્કૃતિઓની આ સમકાલીન સંસ્કૃતિને ભૂતકાળ, રાષ્ટ્ર એકતામાં, નવજીવન પામીને ઉભે થવા લાગે. આ ભુતકાળે જગતને વ્યાકરણ અને પ્રમાણશાસ્ત્ર, ચિંતન, મનોવિજ્ઞાન અને ખગોળ તથા ગણિતશાસ્ત્ર શિખવ્યાં હતાં.
પરંતુ આજે સૈકાઓ સુધી અચલાયતન રૂપ ધરીને પછી આક્રમણ નીચે ધરાશાહી બનેલે આ વિરાટદેશ, સામ્રાજ્યવાદ સામે સવિનય ભંગ કરતે, એશિયાપરના અંધકારને અને પરાધીનતાને ટકાવી રાખવા માગતી વિશ્વસંહારની શાહીવાદી ઘટનાના રસ્તા વચ્ચે એણે પોતાની જાતને રાષ્ટ્ર જેવી