________________
૧૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા ગતના ઈતિહાસમાં કદી નહીં દેખાયેલું એવું વિશાળ આ પશિયન સામ્રાજ્ય હતું. આ સામ્રાજ્યમાં હજુ એક દેશ આખે આવી ચૂક નહોતે. એ દેશ ગ્રીસ દેશ હતે.
પૂર્વની પ્રાચીન સંસ્કૃતિઓની શાળામાં એણે સંસ્કૃતિના સાજ પિતાને ત્યાં સજવા માંડ્યા હતા. પ્રાચીન સંસ્કૃતિઓનાં જીવનનાં મૂલ્યમાંથી પિતાને આંગણે જીવન વહીવટની સજાવટ કરતો આ એ યોપીય રાષ્ટ્ર જીવનનાં પૂર્વીય મૂલ્યોની તારવણી કરી કરીને, એ રાષ્ટ્ર પૂર્વના શાણપણને જ અપનાવી ને જ્યાં સંસ્કૃતિને- આરંભ કરતે હતું ત્યાં જ પૂર્વની ઈરાની શહેનશાહતે આ ભૂમિપર આક્રમણ કર્યું. આક્રમણને બધે ભાર એકલા ગ્રીસના આયનીયન પ્રદેશ પર અને એ ગ્રીકપ્રદેશના સંસ્કારનગર એથેન્સ પર આવી પહેઓ.
ડેરીયસ, આ આયોનિયને અથવા એથેનિયને વિષે પિતાના માહિતિ ખાતાને પૂછતું હતું, “છે, આ એથેનિયને!”
અને માહિતિખાતું શહેનશાહ આલમને સમજાવતું હતું કે, એથેનિયને, વૈરાજ્યને રાજવહીવટ કરે છે. આ લોકોને ત્યાં કોઈ રાજા નથી પણ ત્યાં લોકશાસન ચાલે છે. આ એથેનિયને એ જ પાંચ વરસ પહેલાં જ પોતાના પ્રદેશ પર ક્રાન્તિની હીલચાલ કરીને, હીપીઆસ નામના જાલીમ રાજાને હાંકી કાઢો હતો અને એ રાજા પછીથી સારડીસના ઈરાની ક્ષત્રપને ત્યાં જીવ બચાવવા ભાગી છૂટ હતું, તેની યાદ ડેરિયસને આપવામાં આવી.
આ નાના સરખા એથેન્સના વૈરાજ્ય સામે જગતને જીતનારી ઈરાની શહેનશાહતે ચઢાઈ કરી. ઈ. સ. પૂર્વે ૪૯૧ માં આ શહેનશાહતને નૌકાકાફલે,
જો જહાજો સાથે સેમસથી ઇજીઅન સમુદ્રમાં પેઠે. રસ્તામાં આ કાફલાએ સીકલેડીસનું પતન કર્યું અને પછી બે લાખ સનકેને શસ્ત્રસાજ એટિકાના કિનારા પર ઉતર્યો. પરશિયાની તાકાત આજસુધી પરાજયને પિછાણતી જ નહોતી. આ તાકાતની છાવણીએ મેરેથોનના રણમેદાન પરથી ગ્રીક વૈરાજ્યને પડકાર કર્યો.
મેરેથોનના યુદ્ધમાં ગ્રીકવૈરાજ્ય વિજય પામ્યું. ઈરાની શહેનશાહત પરાજય પામીને પાછી હટી. પછી ડેરિયસ મરણ પામે, અને ક્ષરકસીસ ગાદી પર આવ્યો. ઈરાની શહેનશાહીના આ નવા સરનશીને ગ્રીક-ઈરાન વિગ્રહને વારસામાં સ્વીકારી લીધે. પૂર્વ અને પશ્ચિમને, શહેનશાહત અને લોકશાહી વચ્ચેનો સંગ્રામ
. સ. પૂર્વે ૪૮૧માં આ મહાસંગ્રામ ચાલુ થયો. ક્ષરજ્ઞીસે ચાર વરસ સુધી આ મહા આક્રમણ કરવાની બધી તૈયારીઓ કરી. ચાર વરસને અંતે, ગ્રીક