________________
૨૪૬
લિવ ઈતિહાસની રૂપરેખા મારૂં માનવ વચ્ચેને સહકાર સંબંધ, ભાષાના પ્રારંભના પરિચયમાં અને શરૂઆતના ચિત્રકામમાં શરૂ થઈ ચૂક્યો હતો.
પછી ગ્રામઘટકે પણ બીજા તબક્કામાં શરૂ થયાં. આ ગ્રામજીવના જીવનવ્યવહારને પાયે શરૂઆતનું ખેતીનું સ્વરૂપ બન્યા. આ ખેતીના જીવનવ્યવહારની આસપાસ ખેતીના ક્રિયાવિધાનની સાથે વણાટકામ, માટીકામ, ચિત્રકામ તથા ધર્મના પ્રાથમિક રૂમવાળા ક્રિયાકાંડ શરૂ થયા.
આ ક્રિયાકાંડની દેરવણું કરનારા ભુવાઓ ત્યારના સમાજના આગેવાને જેવા હતા. ભાણસના શરીરની ક્રિયાઓ અને બહારના જગતમાં થતી ક્રિયાઓ પર અસર કરી શકવાને પ્રાથમિક જીવનને જાદુના રેપવાળો આ નમ્ર આરંભ હતો.
આ આરંભની ક્રિયાઓ આપે આપ અને અજ્ઞાતરીતે શરૂ થઈ પરંતુ આસ્તે આસ્તે પદાર્થવાસ્તવતાનાં અવેલેકના આપોઆપ શીખાતા પદાર્થપાઠ તેમાં ઉમેરાતા ગયા. આ રીતે માનવસમાજની પ્રાથમિક જીવનદશા, જગતની વાસ્તવ ક્રિયાઓ સાથે સહઅનુભૂતિનું રૂપ ધારણ કરવા માંડી, જાદુ, ભૂવાએ અને દેવદેવીઓ
માનવીને પ્રાથમિક જીવતરમાં શરૂ થઈ ચૂકેલું આ વિચારરૂપ કહેવાય. આ વિચારે અથવા વ્યાખ્યા હજુ સિદ્ધાંત નહેતા બન્યા પણ મતાગ્રહનું રૂપ ધારણ કરતા હતા. આ માન્યતાનું રૂપ એ હતું કે બહારના પદાર્થ જગત પર “પીરીટસ” અથવા સ અસર કરી શકે છે. આ સર્વેની અથવા
સ્પીરીટ”ની કલ્પનાને આરંભ સ્વના દેખાવમાંથી અને મોત પામવાની હકીક્તને નહીં સ્વીકારી લેવાની સહજ એવી ઈચ્છામાંથી થયે હો જોઈએ.
ટોળાંઓના મરણ પામેલા આગેવાનો અને વડવાઓ મરણ પછી પણ “સ્પીરીટ” અથવા “સત્વરૂપ” ધારણ કરીને જીવતાં રહેતાં હોય છે તેવા પ્રાથમિક દશાના ખ્યાલ બંધાવા માંડ્યા. આ સોનું રૂપ શરીરને છોડી ગયા પછી પણ જીવતું રહેતું છવરૂપ છે એવું મનાવા માંડ્યું. આ વરૂપે અદશ્ય રહીને જગત પર ક્રિયાઓ કરી શકતાં હોવાનો ખ્યાલ પ્રાથમિક દશાનું ધમ. સ્વરૂપ બનવા માંડે. આ સ, જીવરૂપ, આસ્તે આસ્તે દેવદેવીઓ પણ થવા માંડ્યાં તથા તેમની અંદર જાદુ કરી શકવાની શક્તિનાં આરોપણ થવા માંડ્યાં. આવા ધર્મધટનાના આરંભરૂપે મનુષ્ય અને સ્પીરીટ, કે સોની વચ્ચે અને પછીથી દેવદેવીઓની વચ્ચેનાં અનુસંધાને અને સંપર્ક સાધનાર તથા દેવદેવીઓવતી વાત કરી શકનાર એ એક ભુવાઓને વર્ગ ઉભે કર્યો.