________________
૩૩૪
વિશ્વ ઈતિહાસની રખરખા
લંડનથી દૂર લઈ જવી. ત્યાર પછી થોડા દિવસે રાજા સાથે બળવાખોર આગે વાનની બીજી મુલાકાત ગોઠવાઈ. આ મુલાકાતમાં નક્કી થયેલા કાવત્રા પ્રમાણે આગેવાનનાં માથાં કાપી નાંખવામાં આવ્યા તથા એક લાખથી વધારે ખેડૂતો પર રાજાનાં લશ્કર તૂટી પડયાં. ઈંગ્લંડની ખેડૂત હિલચાલ આ રીતે પિતાના લેહીમાં ડૂબી ગઈ
પરંતુ યુરોપ પર શરૂ થયેલી આ હિલચાલે માનવસમાજની ત્યારની ઘટનામાંથી ઉપજી હતી. એક વર્ષ પછી આખું જર્મની પણ ખેડૂતના આ બળવાઓથી હચમચી ઉઠયું. આ હિલચાલના આગેવાનો ઈસાઈ ધર્મના એના બેટીસ્ટ પંથના પાદરીઓ હતા. ઈ. સ. ૧૫૩૨ થી ૩૫ સુધીમાં જર્મનીને વેસ્ટફીલિયા નામને પ્રદેશ બળવાની હકૂમત નીચે આવી ગયો અને તેનું પાટનગર મુન્સર બળવાનું મથક બન્યું. આ બળવાને આગેવાન જહેન ઑફ લીડન હતું. પછી આ હિલચાલ પણ પરાજ્ય પામી તથા જર્મનીનાં શહેરમાં છેદાઈ ગયેલાં અંગવાળાં બળવાખોરોનાં શરીર રખડવા લાગ્યાં. આખા જર્મની પર કિસાન હિલચાલેનું રૂધીર છંટાયું. મધ્યયુગને સામાજિક સવાલ, વિશ્વ ઈતિહાસને સવાલ હતે.
ઈતિહાસના આરંભથી જગતભરમાં પીડાયેલા અને શોષાયેલા માનવ સમુદાયોએ અનેક બંધનોથી અને યાતનાઓ જેવા જીવનથી બંધાઈ ગયા પછી લેક ઈન્સાફના નામમાં ઇતિહાસના દરેક તબક્કામાં બળવા કર્યા છે. આ બળવાઓનાં કારણમાં સમાજ ઘટનાનાં સ્વરૂપમાંથી આ સમુદાયોની જીંદગીને અસહ્ય બનાવી દે તેવી અન્યાયી પ્રથાઓ માલમ પડી છે. આવી પ્રથાઓને નાબૂદ કરવા ન્યાયમતાની માગણી માટે શ્રમમાન એ બળવાઓ કર્યા હોય છે.
શ્રમમાનવને આ સવાલ સામાજિક અથવા લોકશાહીને સવાલ છે. માનવ સમુદાયો પણ જીવન વ્યવહારની ઘટનામાં આ રીતે પિતાનો અવાજ ઉચ્ચારતા હોય છે. આ અવાજનો એક જ અર્થ સુખમય અને શાંતિમય
જીંદગી માટે માનવ સમુદાયને પુકાર છે. ઇતિહાસના દરેક તબકકે આ પુકાર પિતાની જીંદગીમાં ન્યાય સમતાને હાંસલ કરવા માટે એક પછી બીજા ચઢીયાતાં સંગઠન અને આયુધને ધારણ કરે છે
આ સવાલ સંસ્કૃતિ અને સંસ્કારનો સામાજિક વ્યવહારને સવાલ છે. આ સવાલ શ્રમમાનવને દબાવી દેવાથી કે તેમની કતલ કરવાથી પતી શકે તે સવાલ નથી. સમાજના આગેવાનોએ એટલા માટે ઇતિહાસના લોકશાહી ઈન્સાફના સવાલને સામાજિક વિજ્ઞાનના ભાન અને જ્ઞાનપુર્વક ઉકેલવો જોઈએ.