________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
૫૦૯ સામ્રાજયવાદી અથવા શાહીવાદી દેશમાં એક ઇગ્લેન્ડ હતું જેનું સામ્રાજ્ય સૌથી મોટું સ્થપાઈ ચુક્યું હતું. આખી દુનિયા પર એનાં કેદખાનાં છવાઈ ગયાં હતાં. આખા જગતની પ્રજાએ એની ગુલામ બની હતી. આખા જગતનાં ખાણ ખેતરના કાચા માલ, એનાં કારખાનામાં ઘસડાઈ જતા હતા.
બીજા ચાર સામ્રાજ્યવાદી દેશે જેનાં સામ્રાજ્ય નાનાં હતાં તેમાં સૌથી આગેવાન દેશ જરમની હતે. આ જરમનદેશ હવે મહાન જરમની બની ચૂકે હતે. એણે પિતાની પડોશમાંના પ્રદેશને પિતાની અંદર ભેળવી દઈને પિતાની પ્રશીયન જાતવાળું મહાન જર્મન રાજ્ય બનાવી દીધું હતું, તથા આ મહાન જરમની હવે આખા જગતપર પોતાનું સામ્રાજ્ય જમાવીને ખરેખર મહાન અથવા સામ્રાજ્યવાદી રીતે, જેવું બ્રિટન મહાન હતું, તેવું મહાન બનવા માગતું હતું. એ માટે એણે લશ્કરો યોજવા માંડ્યાં હતાં, કારણ કે જગતને જીતવા માટે તેણે અંગ્રેજી સામ્રાજ્યમાં પરોવાઈ ગએલા જગતને જીતવું પડે તેમ હતું. પણ અંગ્રેજોના ગુલામ બનેલા જગતને પિતાનું ગુલામ બનાવવા જીતવું હોય તે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યા વિના તેમ થઈ જ શકે નહીં એટલે જ સામ્રાજ્યવાદી યુરોપમાં સૌથી મોટું યુદ્ધ ક્ષિતીજમાં ડેકાવા લાગ્યું. શાહીવાદે શુન્ય બનાવેલું જગત
જગતને મહાસંહારમાં ધકેલી દેનાર સામ્રાજ્યવાદી યુરેપને શાહીવાદી જમાને હવે શરૂ થઈ ગયો હતે.
શાહીવાદની પકડ નીચે આવી ગએલું મહાવિરાટ એવા માનવસમુદાયોની વસ્તીવાળું જગત, યુરોપનું સામ્રાજ્ય બનીને કેવું શૂન્ય જેવું બની ગયું હતું ! સામ્રાજ્યવાદની હકુમતને મન તે જગતનું જીવન પિતાને માટે જ હતું અને બીજી બધી રીતે શૂન્ય હતું. આખા જગતને પિતાને પરાધીન એવું કારાગાર બનાવી દઈને સામ્રાજ્યવાદનો અધિકાર કહેતે હતો કે જગત પર અમે જ છીએ. જગત એટલે અમારે જ વાસ છે અને અસ્તિત્વ અમારૂં જ છે, અને બીજા કોઈનું નથી. કેવી આ માનવજાતની વસ્તી ગણતરી હતી. વિરાટ માનવસમુદાયે એના પર વસતા હતા છતાં પણ તે કઈ ગણતરીમાં હતા નહીં, કારણ કે આખું જગત ગુલામ બની ગયું હતું. આ પરાધીન જગતને માલીક સામ્રાજ્યવાદ હતું તથા તે, જગતને પિતાની મિલ્કત ભાનતે હતો. આમ માનવજાતની ગણના ભૂલેલા સામ્રાજ્યવાદનું અંતર અંદરથી બળતું હતું. સામ્રાજ્યવાદી રાષ્ટ્રો અંદરથી એક બીજાના દુશ્મન હતાં. સામ્રાજ્યવાદી અર્થકારણ અને રાજકારણવાળા એકેએક રાષ્ટ્ર આખું જગત પિતાનું જ સામ્રાજ્ય