________________
વિશ્વયુદ્ધ પહેલું
૫૧૭ તથા સતત આક્રમણ છે. એને એ પણ ખબર પડી ગઈ કે, વિશ્વ હવે એક વિશ્વ બની ચૂકયું છે અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની સરહદો તૂટી ગઈ છે. એપણ સંયુક્ત નહી એવા, પરાધીન વિશ્વના વિશ્વયુદ્ધનું સંહાર સ્વરૂ૫.
માનવ સંહાર ઉપરાંત આ વિશ્વ યુદ્ધ માનવસંસ્કૃતિને ઉજાડી નાખનાર અનેક પરિણામો પેદા કર્યો, અનેક નગરો અને ગામોને તારાજ કર્યા, અનેક પૂલ અને ઈમારતોનો નાશ કર્યો, અનેક કારખાનાં અને ઉદ્યોગોને ઉજાડી દીધા તથા અનેક માઈલે પરનાં ખેતરોની લીલેતરીઓને ભેલાડી દીધી.
સામ્રાજ્યવાદ એટલેજ યુદ્ધ અથવા માનવ સંહાર અને સંસ્કૃતિની નાબુદી છે તે વિશ્વઈતિહાસની હકીકત, વિશ્વયુદ્ધ બનીને વિશ્વવ્યાપક બિના બની ચૂકી..