________________
*નું
*
** * *
* * **
* *
* * * * * *
****
૫૩ર
વિશ્વ ઈતિહાસની પરેખા સૌ વસે છે. ત્યાં શિયાળાના ઠારી દે તેવા પવને ઝીલતાં અને માર્ચ મહિનાથી વસંત ઊજવતાં કિસાન નરનારીઓ ને બાળકે જમીન ખેડે છે, ખાણ ખોદે છે, અને હવે કઈ વાર ગાય છે, “ચીન, ચીન..અમારે દેશ!' રાષ્ટ્રપિતાએ ચિંધેલે પગલે નૂતન ચીન કૂચ કરતે હવે નૂતન ગીત ગાતે હતે. સાબરમતીના સંતને યુગવતી ઉદઘેષ ઝીલતું નૂતન હિંદ પહેલું વિશ્વયુદ્ધ જ્યારે સંહારના ઘોડાપૂર પર ચઢી ચૂકયું હતું. ત્યારે
જ્યારે એકેએક દેશને આકાશનીચેનાં આંગણાઓમાં માતાઓ પિતાનાં બચ્ચાંઓને સ્તનપાન કરાવતી અખંડ વરસતા મોત નીચે કંપી ઉઠી હતી, અને વિશ્વનાં નગરે ત્યારે જ્યારે મહામારી નીચે તારાજ બચે જતાં હતાં ત્યારે જ સંહારની રણખંજરીઓના નિનાદને ડારતે, યુદ્ધના ભારતની ભૂમિ પર પથરાયેલા યુદ્ધના મહાકારણ જેવા શાહીવાદને, તેની પરાધીન બનેલી આફ્રિકન ભૂમિ
પર ન ભૂસાય તેવી સત્યાગ્રહી રેખાઓ રચીને હચમચાવી નાખ્યા પછી પિતાના વતનમાં આવી પહોંચેલે હિંદીરાષ્ટ્રપિતાને અવાજ ધીમે ધીમે અતિ નમ્રતાવાળા શબ્દોને ધારણ કરતે, વજ જેવી કઠોરતા સાથે ભારતીય રાષ્ટ્રનું લડાયક સૂત્ર રચતે હતે. “સવિનય ભંગની લડત ” જે જગતના ઈતિહાસમાં યુદ્ધનો કાર્યક્રમ કદી દેખાય નહોતું. આ કાર્યક્રમ સંસ્કૃતિના કાર્યરૂપને ધારણ કરતે હતે. સંસ્કારની આ રીત રસમ સામુદાયિક બનતી કહેતી હતી, “શાહીવાદને આ ધરતી પરથી રવાના કરી દેવા અમે અમારા આ પગની લડત આરંભીએ છીએ.”
વિશ્વસંસ્કૃતિએ દીધેલ સંસ્કાર વ્યવહારને આ કાર્યક્રમ હતું. એમાં પરિસ્થિતિને પલટવા માટે પણ હિંસા કરવાને ઇન્કાર હતા. સંસ્કારના વ્યવહારને, આ સંત સામતે, ૧૯૨૦-૨૧ માં આખા રાષ્ટ્રજીવનમાં ઉતારી દીધે. આવું નૂતન યુગવર્તનનું નૂતન સ્વરૂપ રાષ્ટ્ર જેટલી વ્યાપકતા પર સજવાનો વિશ્વઈતિહાસને સંસ્કાર પ્રયોગ શરૂ કરનાર હિંદને એ રાષ્ટ્રપિતા હતા. આ રાષ્ટ્રપિતાને એથી તે મહાત્મનનું બિરૂદ મળ્યું હતું. કારણ કે એના વ્યક્તિ
*
'* ****
-