________________
વિશ્વયુદ્ધ પહેલું
૫૩૧ | નાનકીંગને રાષ્ટ્રવાદ પિતાની રજવાડી પછાત દશાને ખતમ કરવા ઉત્તર પર ચઢવાને હતે. નાનકીંગથી ઉતાવળી નજરે ઉત્તર ચીન પર ઠરતી હતી, અને દક્ષિણ ઉત્તર ને એક કરનારી હિલચાલ શરૂ થતી હતી. અંધારાનું કફન ઉપડતું હતું અને દેશ દેખાતા હતા. એ દેશને એક દેખવા અને એક કરવા ઉત્તર ચીન પરના ચઢાવનાં દુંદુભી ગાજતાં હતાં.
“ઉત્તરને દેશને ફરતી દીવાલ.. અને પેલે ભયાનક મુસાફર હવાંગહે, કાળના લેલકની જેમ બે હજાર વરસના ઈતિહાસ પર ચીની પારણાં પર ને કબરે પર અટ્ટહાસ્ય કરતે અને પીળા પ્રલય ઉછાળતે વહેતે હતે. સ્મારક દેખાતાં હતાં. ઈતિહાસ બેઠે થતું હતું. મેંગેલિયાના મેદાન પરથી જંગલીઓનાં ધાડાં આવેલાં તે દિવસ પણ યાદ આવતો હતો. દૃષ્ટિમર્યાદા ઉધડતી જતી હતી. પીળી નદી પાસે ઉત્તરમાં મોગલ લેકેના સમયના અતિપ્રાચીન ચીન રાષ્ટ્ર પરના આ ઉત્તર પ્રદેશ પરથી ઈતિહાસના ચોપડા ઉકેલાતા હતા. પર્વતે અને મેદાને સળવળતાં હતાં. ત્યાં જ હુન-નુના ઘોડેસ્વારોએ હાન-રાજવંશને રગદોળી નાખ્યા હતા, ત્યાં જ સ્કીથિયનો આવ્યા હતા, હુણનાં ટોળેટોળાં ઉતરી પડ્યાં હતાં અને સુગ રાજવંશીઓ પર જંઘીસખાન તૂટી પડયો હતું. ત્યાં ઉત્તર-પૂર્વમાં ભૂરા પર્વતેની કિનારીઓની એરણ પર જંઘીસખાન નામને લુહાર ત્યારે તરવારે ટીપતે હતે.
દૂર ઉત્તરમાં ગેબીના ગુબારા ઊડતા હતા. ત્યાંથી ધોળી અને પીળી રેતીને મહાસાગર દરેક દિશામાં ઘૂઘવતે હતો. ત્યાં હરણાંઓ ભૂલાં પડતાં હતાં અને સારસ છેતરાતાં હતાં અને ગુસ્સે થયેલી ચીસ પાડતાં ઉડી જતાં હતાં. જાણે ઘાસના એક તણખલા પણ વિનાના મતનું રાજ જ્યાં વિસ્તરતું હતું ત્યાં ત્યારે પ્રાચીન મોતના રાજમાં મોટાં નગરે સૂતાં હતાં. ત્યાં આઠ સૈકા પહેલાંની જંઘીસખાનની વાડીઓ પર રેતી ઊડતી હતી. એકલે ઉને ને સૂક્કો પવન એક છેડેથી બીજા છેડે ચિચિયારી કરતે દોડતો હતો. પણ ઉત્તર પશ્ચિમમાં ? ત્યાં તે પર્વત પાછળ પર્વતના પિંડા ગોઠવાયેલા પડ્યા હતા ને છેક મેંગેલિયાના ઉચ્ચ પ્રદેશ સુધી તે પહોંચતા હતા. એ પર્વતમાં બે હજાર વરસ પહેલાં કોલસો શોધાયું હતું. ત્યાંથી તિબેટમાંથી ઉત્તર-પશ્ચિમમાં થઈને વહેતી નદીઓ વનરાજીઓ ઉછેરતી હતી, ને પીળે કાંપ ઠાલવતી દરિયાના પાણીને પીઠી ચોળતી હતી, અને ત્યાંથી જ ભારતીય બ્રહ્મપુત્રા પૃથ્વીના ચીનાઈ છાપરાની ઉંચાઈ પરથી ભારતમાં વહેવા જતી હતી.
એ ઉત્તર ચીનમાં આઠ કરોડ ખેડૂતના નેસડા ગુંજતા પડયા છે, ત્યાં ઝાડનાં કુંડમાં ચીની કિસાનનાં ગામડાં એક ચોરસ માઇલે છસોની વસતિમાં