________________
વિશ્વયુદ્ધ પહેલું
૫૨૯ વાળી અમેરિકન પ્રમુખની લોકશાહીનું હેય, પણ સૌની એક મુરાદ ચીનને ભરખી જવાની હતી તે એને દેખાયું. એટલે વિશ્વઈતિહાસના સિમાડા પર શાહીવાદના નિષેધ પર રચાયેલા દેખાતા શ્રમમાનવના રૂશ દેશ સાથે મૈત્રીને એણે હાથ લંબાવ્યો. એણે રાષ્ટ્ર એક્તાને જીંદગીનું કાર્ય બનાવ્યું. પછી થોડાં વરસે જ આ રાષ્ટ્રપિતા મરણ પથારીમાં પડે. જ્યારે ચીન એને જ હતું, ત્યારે જ એ ચીની વિરાટમાં વિલાઈ જતું હોય તેમ મતને ક્ષણભર ખાળી રાખો કહેતે હતે, “ મારું વિલ, મારું વિલ, ધારું આખરી નામું લખી લે! મારા મોત પછી શાહીવાદી દુશમને, આ ચીનને એક બનવા નહીં દે! આ વિરાટ રાષ્ટ્રને ખાઈ જવાની તરકીબો રચશે ત્યારે રાષ્ટ્રની એકતા, જનતાની લોકશાહીના નક્કર વ્યવહાર પર રચવા ઉત્તર પર ચઢાઈ કરીને, જૂના જગતને ચીનમાંથી પરાજીત કરીને, દક્ષિણ-ઉત્તર-પૂર્વ-પશ્ચિમની એક ચીનની, લેક અિયની.” બોલતા રાષ્ટ્રપિતાએ આંખ મીચી દીધી ત્યારે ઇ. સ. ૧૯૨૫ના ફેબ્રુઆરીનો ૨૪ મો દિવસ હતે.
પાછે, એક વરસ પછી જ એ મહાન બનેલે દિવસ, નાનકીંગ નગરમાં આવી પહેચે હતું અને પેલા રાષ્ટ્રપિતાની સંવત્સરીને તેના આખરી નામાને અમલ કરવા ચીની જનતા ઉજવતી હતી.
પેગોડા શણગારાયો હતો. આસપાસનાં તળાવડાંની સોનેરી રૂપેરી ભાઇ
S ચી
૬૭