________________
૫૩૦
વિશ્વ ઈતિહાસની રૂપરેખા લીઓ પાણીમાં રંગની છાયા રેલવતી રમતી હતી. તેણે લચતાં હતાં, મીણબત્તીઓ સળગતી હતી, મશાલ પ્રકાશતી હતી, કેનવાસ પર તાજાં દેરાયેલાં નૂતન ચીનનાં ચિત્રો જીવતાં થઈ ગયાં હતાં. એ ચિત્રમાં ધૂમકેતુની પૂછડી સળગતી હતી, નરનારીઓની આંખે સળગતી હતી, એક સોનેરી પક્ષીની પાંખે સળગતી આકાશમાં ઉડતી હતી. એ ચિતરામણો પર મધરાતની ચાંદની રેખા રચતી હતી અને આખી ડુંગરમાળ ચિત્રમાં ચિત્ર બનીને ડોલતી હતી. સુન પણ એની કબરમાં ડોલી ઊઠ્યો હશે એમ જનતાનું દિલ ઝંખતું હતું ત્યારે ખાના તવા નીચે મધરાતના અંગારા ધીખતા હતા.
ની–ચીલા-ફાન-મા ?” ભાત ખાશે કે બેલતા આવકાર આપતાં લેકેને નાનાં નાનાં છોકરા છોકરીઓ ભાતની કડછી ભરીને ઉમળકાભર્યા, ઊગતી સવારથી પૂછતાં હતાં. નૂતન ચીનની અહીં ઉજાણું થતી હતી. છાબડીઓ પથરાતી હતી. છાબડીઓની ચારે કેર નરનારીઓ અને બાળકે ગોઠવાતાં હતાં, ભાત પિરસાતા હતા, ભાતમાં તેલ પર તરતાં શાક રેડાતાં હતાં. સુન નામના રાષ્ટ્રપિતાની સંવત્સરીને ચીનનાં, ચિનાઈ માટીડાંઓ ઊજવતાં ભાત ખાતાં હતાં. અહીં સંયુક્ત ચીનની ચિનાઈ માટી પર, કિસાન-શ્રમ, માન નૂતન બનતાં હતાં. ચીની વરસાદમાં ચિનાઈ પ્રાણની સુવાસના અહીં એધ ઉડતા હતા.
નાનકીંગ નગરની ઉત્તર-પૂર્વ દિશામાં પરપલ પર્વતની ગોદમાં ડો. સુનની કબર પર આજે ગરીબ જનતા બહુમાન કરતી હતી. કોણ હતી, આ ગરીબ જનતા ! એજ ચીન હતી. ડે–સુને શોધેલે ચીનને એ લેકશાહી વિરાટ હતે.
આજે એ વિરાટ આ રાષ્ટ્રપિતાના વિલને વારસદાર બનીને ચીની રાષ્ટ્રની એકતા ઘડવા નાનકીંગથી પેકીંગ તરફ એની નજર માંડતે હતે. અને ઉત્તર પર ચઢવાનાં કંકાનિશાન સાથે આજે ડૉ. સુનને દિવસ પરપલ પર્વતની છાયામાં ઊજવવા આવી મોટી સંખ્યામાં ભેગા થયા હતા.
ત્યાં બહાર એક મંડ૫ હતે. મંડપ પર લીલા ને લાલ વાંસની કમાને બાંધવામાં આવી હતી. મંડપની આસપાસ પાટિયાં લખેલાં લટકતાં હતાં, અને વાવટા ફરકતા હતા.
“અહીં અમારા ડૉ. સુન-યાત–સેનની કબર છે. ગઈ સાલ, આ દિવસે એ અહીં દફનાયા હતા.'
પછી ચંદ્રના રૂપેરી અજવાળામાં પડછાયાઓ નાચવા માંડે ત્યાં સુધી ભાષણ થતાં હતાં ને ગીત ગવાતાં હતાં ત્યારે જાણે કબર ફાડીને પેલે ડૉકટર બહાર નીકળી પડશે ને બૂમ પાડી ઊઠશે કે, “ચીન...........મારો દેશ !” એમ સૌને લાગતું.