________________
૫૦૮
વિકવ ઈતિહાસની રૂપરેખા મુડીપતિઓને વર્ગ હતું અને આ વર્ગોએ કોઈએ પિતાને ત્યાં રાજાશાહી રાખી હતી અને કેઇએ તેને નાબુદ કરી હતી પરંતુ આત્મ નિર્ણય તે ઉપલા વર્ગોને જ હાથમાં હતું અને રાજાએ તેના પર મહું મારવું પડતું હતું. યુપનું આવું શાસનરૂપ, વાણિજ્યનું સામ્રાજ્યવાદી હતું. આવી હકિકતવાળા યુરેપખંડમાં વીશમા શતકના ઉદયમાં જ, થોડાંક મહારાજ હતાં, અથવા આ રાજ્ય પિતાને મહારાજે કહેતાં હતાં તથા આ રા પિતાને આખી દુનિયામાં સૌથી વધારે તાકાતવાળાં માનતાં હતાં, તથા જગત જીતવા માગતાં હતાં. આવાં રા લગભગ પાંચ હતાં. તેમાં ચાર યુરોપખંડનાં હતાં અને એક એશિયાનું હતું. આ પાંચ રાજ્યમાં સૌ કોઈ પોતાને માટે શહેનશાહત અથવા સામ્રાજય સ્થાપવાના હેતુ વાળાં હતાં. આ સામ્રાજવાદી હેતુવાળાં યુરોપખંડનાં ચાર અને એક એશિયાનું એમ પાંચ રાજ્યોમાંથી જેણે કેઈએ સામ્રાજય સ્થાપવું હોય એટલે આખી દુનિયા પર પોતાનું રાજ્ય સ્થાપવું હોય તેણે સૌથી પ્રથમ તે યુરેપનાં બીજાં રાજ્યોને પિતાને તાબે કરવાં જોઈએ અને પછી દુનિયાના એશિયા અને આફ્રિકાખંડને જીતવા જઈએ તથા તે ખંડની પ્રજાઓને પિતાની ગુલામ બનાવવી જોઈએ. એટલું કરે તે જ સામ્રા જ્ય સ્થપાય, તેમ હતું.
વીશમા સિકાના આરંભમાં વિશ્વ ઈતિહાસમાં આ સવાલ દાખલ થઈ ગયો. પરંતુ એ જ અરસામાં, હકિકત એવી હતી કે, વશમા શતકના ઉદયમાંજ ઈગ્લેંડ નામના, ટાપુના બનેલા દેશે, પોતાના આયલેન્ડ અને સ્કોટલેન્ડ નામના પડોશી દેશને પિતાના પરાધીન દેશ બનાવ્યા હતા તથા યુરેપના બીજા દેશ પર પણ પિતાને કાબુ સ્થાપ્યો હતો. એની સાથે સાથે જ એ દ્વીપદેશે, એશિયા અને આફ્રિકાની ભૂમિ પર પણ પિતાનું રાજ્ય સ્થાપ્યું હતું. તે પ્રજાઓને એણે પિતાની ગુલામ બનાવી હતી. પણ ઇગ્લેંડ શિવાયના યુરોપના બીજા કોઈપણ દેશે જગત પર પિતાનું સામ્રાજ્ય જે જમાવવું હોય તે, તેણે યુરેપ પર કાબુ મેળવે પડે અને એશિયા આફ્રિકાની ભૂમિને અંગ્રેજો પાસેથી જીતી લેવી પડે.
બસ ટૂંકી અને ટચ આટલી અને આવી હકિકત હતી. આ હકિકત મહા ભયાનક હતી કારણકે પેલાં પાંચ સામ્રાજ્યવાદી રાજે, જે દરેક જણ આખા જગત પર પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માંડે તે આખી દુનિયાને માટે, મહા ભિષણ એ સંગ્રામ થઈ જાય. પણ એવી જ હકિકતવાળો દેખાય આપણી દુનિયામાં, વિશમાં સેકાના આરંભમાં દેખાયા, અને જાણે જગત પાસે પિતાનો નિકાલ માગવા લાગ્યા.