________________
સામ્રાજ્યવાદ એટલે યુદ્ધ
૫૧૧ સામ્રાજ્યવાદની કટકટિ
આપણી દુનિયામાં આખી દુનિયા પર ફેલાઈ ગએલે સામ્રાજ્યવાદ, અંગ્રેજ, જરમન, ફ્રેંચ, જાપાનીસ, ડચ, પિરયુગીઝ વિગેરે નામવાળા હતે. આ દરેકે પોતપોતાનું સામ્રાજ્ય પડાવ્યું હતું. આ સૈામાં સૌથી મોટું અંગ્રેજી સામ્રાજ્ય હતું. આ સૌ મળીને આપણું જગતની સામ્રાજ્યવાદી ઘટના બની હતી. આ સૌ આ ઘટનાનાં અંગે હતાં. આ સામ્રાજ્યવાદી ઘટના, ઘટના તરીકે એક હતી અને ગમે તે સામ્રાજ્યમાં કટોકટી ઉભી થાય તે આ વિશ્વસમ્રાજ્યવાદ તેમાં સંડોવાઈ જાય તેવું હતું.
આ સામ્રાજ્યવાદની કટોકટી જ્યારથી બિસ્માર્ક મહાન જરમનીની રચના કરી અને જ્યારથી આ મહાન જરમનીના પ્રશિયન શહેનશાહે, કૈસરે, પિતાના સામ્રાજ્યને જગતમાં સૌથી મોટું સામ્રાજ્ય બનાવવાને ઈરાદે જાહેર કર્યો ત્યારથી શરૂ થઈ ચૂકી હતી. બસ ત્યારથી જરમન સામ્રાજ્ય તાકાત અને વધારે તાકાતનું પિતાનું ધ્યેય બનાવી દીધું. તાકાત અને વધારે તાકાત જેમ સંપાદન થતી ગઈ તેમ આ સામ્રાજ્યની ભૂખી તૃણું વધારેને વધારે તિવ્ર બનતી ગઈ. જર્મન સામ્રાજ્યની રચના જાણે કેવળ તાકાતવડે તરબોળ બની ગઇ અને ઝંઝાવત પર પલાણવા માટે, આખા જગતને શિકાર કરવા માટે, જર્મનીની સામ્રાજ્યવાદી ઘટના બહાર નીકળવા તૈયાર થઈ અને એક જરમન કવિએ આ રચનાને જહાજ સાથે સરખાવી. જર્મનીનું આ જહાજ જરમન જહાજ નહતું પણ પશ્ચિમની સંસ્કૃતિનું જહાજ હતું. યુરોપપર એ ઉલ્યાનયુગથી રચાયું હતું. નવી વાણિજ્ય નીતિએ એને આર્થિક શાહીવાદને પા દીધું હતું અને વિજ્ઞાને એને અમર્યાદ તાકાતનો ડાયનેમે દીધું હતું. આત્મા વિનાનું આ યુરોપનું રૂપ હવે જર્મન આક્રમણનું રૂપ ધારણ કરતું હતું. જગત પર યુરેપના સામ્રાજવાદને ઉકળતો ચરૂ
૧૯૨૮ ના સેકાના અંતમાં આખા જગત પર થોડા જ સમયમાં તૈયાર થઈ ગયેલા યુરેપના સામ્રાજ્યવાદી દેશને ચરૂ ઉકળવા માંડ્યું હતું. શાહીવાદ અથવા સામ્રાજ્યવાદ, અને શાહીવાદી અથવા સામ્રાજ્યવાદી સરકારે તથા એ સરકારોનાં શેષણયંત્ર ચલાવનારા અર્થશાસ્ત્રીઓ અને રાજકીય પુરૂષો આ ઉકળતા ચરૂ નીચે અંગાર ભરતા જતા હતા. આ નામદારે જીવનવિજ્ઞાનના જ્ઞાનથી બિલકુલ વિમૂખ હતા. આ મહાનુભાવોને વિજ્ઞાન નામની સંસ્થાના સામાજિક સ્વરૂપની કશી ચિંતા પડી ન હતી. આ પ્રચંડ વામનજીઓને સામાજિક વિજ્ઞાનની કઈ ગતાગમ નહોતી. એક પશુની જેમ