________________
૫૨
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
'
,,
એ સૌને પોતાની સ્થૂળ તાકાતનું જ ભાન હતું. આ ભાનપૂર્વક તે આખા જગતને કચડીને તેના પર પોતાનું સિંહાસન જમાવવા માગતા હતા. આ આગેવાનીનું સ્વરૂપ પોલાદના રચેલા યંત્રબદ્ધ રાખેટ જેવું હતું. આ રોમેટના રૂપવાળું નાનકડું સ્પેઈન પણ એકવાર એમ માનતું હતું કે તે પોતે પણ તૈયાર થઇ ચૂક્યું હતું. સામ્રાજ્યવાદી હેાડમાં એકવાર એ સૌથી આગળ હતું. પછી હાલેડ, ડચ રીપબ્લીક બન્યું, અને એણે સ્પેઇનને પાછુ પાડી દીધું. જીવ સટાસટની સામ્રાજ્યવાદી દોટ શરૂ થઇ ગષ્ટ, હાલેન્ડને હડસેલે મારીને ફ્રાન્સ આગળ આવી ગયું. પણ ત્યાંતા ફ્રાન્સને ગુલાંટ લગાવીને ઇંગ્લેન્ડ સૌથી આગળ આવ્યું અને આખા જગત પર સામ્રાજ્યવાદી પગ ગોઠવીને ઉભું. આવા જોનબુલના નામવાળા સામ્રાજ્યવાદ આજે સૌને વડા હતા. એણે માથું ઉંચકીને અહંકારથી ત્રાડ દઇ દીધી હતી કે જગતભરમાં હવે અમારૂ સામ્રાજ્યવાદી હરીફ કાઇ જીવતું નથી રહ્યું. પણ ત્યાં જમની એક જ રાતમાં શસ્ત્રસજીને ખેલ્યું, હું તૈયાર થાઉં છું. ' પ્રશિયામાંથી જમનીને સામ્રાજ્યવાદી અહંકારના અવાજ આવ્યા. જર્મનીના આ સામ્રાજ્યવાદી સ્વરૂપને બિસ્માર્ક નામના મહાન જ કરે અથવા જમીનદારે જન્માવ્યું હતું; અને ઉછેર્યુ હતું. આ સ્વરૂપે પાતાના આર્ભમાં જ પેાતાના પડેાશી ફ્રાન્સને પરાજીત બનાવી દીધું અને એસ્ટ્રીયા પર સર્વાંગી હકુમત સ્થાપી દીધી. આ મહાન જન રાજ્ય જગતના માલિક બની ચૂકેલા બ્રિટન સાથે હરિફાઇમાં ઉતરી ચૂકયું હતું, તથા આ હિરફાઈના દાવ પેચ ખેલવા તે રણભૂમિને શોધતું હતું. આ જનરાજ્યનું સ્વરૂપ પાયામાં જકરાની સમાજટનાવાળું અથવા જમીનદારશાહીવાળું હતું. આ રજવાડી સમાજટનાની ટોચ પર વૈજ્ઞાનિક સ્વરૂપ ધારણ કરેલું અને અદ્યતન એવી સંગઠનાનું લશ્કરી સ્વરૂપ જમાવેલુ પ્રશિયન સ્ટેટ અથવા જમ્મૂન સ્ટેટ બેઠું હતુ. આ જન સ્ટેટના લેવરના યાંત્રિક રૂપમાં ઉદ્યોગવાદની ઘટના ભરચક બની હતી. યુરોપમાં જર્મન મહારાજ્ય અમુક વૈજ્ઞાનિક ઉત્પાદનમાં બ્રિટનથી પણુ ચઢિયાતું બની ચૂકયું હતુ. એના એકે એક અંગમાં યાંત્રિક શાહીવાદની તાકાત ઝરતી હતી, એની તાકાત સામે બાથ ભીડી શકે એવા બ્રિટનના સામ્રાજ્યની ઉપરાંત યુરોપની અંદર ખીજું કાઈ સામ્રાજ્ય હતું નહિ. યુરોપની બહારના પ્રદેશમાં અમેરિકન સામ્રાજ્ય શાહીવાદી ઘટનાના સ્વરૂપમાં શરૂ થતું હતું. પરન્તુ બહારના જગત પર એનું ધ્યાન હજુ આધુ દોરાયુ હતુ. ત્યારે આ મહાન જર્મીન રાજ્યની કાયામાં જગતના સામ્રાજ્યવાદે ખડકેલાં તમામ ભૌતિકબળા હતાં. સામ્રાજ્યવાદના શિસ્ત જેવી નિશાળે