________________
૩૬૭
ઉત્થાનયુગનું પાત્રાલેખને બાંધી શકું છું, બચાવ અને હલાનાં ડૂબકી મારતાં આયુધે રચી શકું છું... અને શાંતિના સમયમાં, ચિત્રકળા, શિલ્પ, તથા બાંધકામમાં કોઈના કરતાં પણ વધારે આવડત બતાવી શકું છું.'
આ અરજી વાંચીને અરજદારને કોઈ ગાંડાના દવાખાનામાં મોકલવાને બદલે, મિલાનના ઠાકોરે તેને રાજમહાલયમાં આવવાનું આમંત્રણ આપ્યું, અને પહેલી જ મુલાકાતે એની નિમણુંક કરી.
પછી એણે યુરોપના એ નગરને શણગારવા ને સુધારવાનો પ્રયત્ન કર્યો. એણે ઉપર નીચેના રસ્તાઓની યોજના કરી, શેરીઓને વિશાળ અને પહોળી બનાવી. એણે દેવળે, મિનારા, બાગ, ઉદ્યાન, નહેર, સરોવરે અને રસ્તાઓની જમાવટ કરવાની, નાનાં નાનાં નગર બાંધવાની, દરેક કુટુંબને બગીચાવાળું ઘર આપવાની, એવી એવી અનેક યોજનાઓ ઘડી.
પછી લીઓનાર્ડોએ શરીરરચનાને અભ્યાસ શરૂ કર્યો હતો. એણે જમીનની જાત તપાસી હતી. વનસ્પતિની ઓલાદમાં, આરોગ્યમાં અભ્યાસથી જે થઈ શકે છે તે માનવીની શરીરરચનામાં શક્ય છે, એમ એ માનતે હતે. અને ગંભીર બનીને શરીરરચના સમજવા મચી પડતું હતું.
પણ એણે ઊડતાં પક્ષીઓ દીઠાં અને એને ઊડી શકે તેવું યંત્ર બનાવવાનું મન થયું. યંત્ર ચાલી શકે, પાણી પર સરી શકે તે આકાશમાં ઊડી જ શકે એમ એ ખાતરી આપતા ઊડવાના યંત્રને શોધવામાં મશગૂલ થયે. આ બધા માટે એ તનતોડ મહેનત કરતે ગણિતશાસ્ત્ર તરફ વળ્યો અને સકાનેલી સાથે ગણિત ગણવા લાગ્યો. એણે ગણતરી પછી દુનિયાનો એક નકશો તૈયાર કર્યો. એમ અથાગ શ્રમ કરતે, એ પિતાની પ્રયોગશાળામાં પ્રયોગો કરતે, ચિતર મચી પડ્યો.
પણું પીસાનગર સાથે ફરેન્સ નગરરાજ્યની લડાઈ શરૂ થઈ ગઈ હતી. એટલે લિયોનાર્ડોને બીજું કામ સોંપવામાં આવ્યું. એ કામ આન નદીના પ્રવાહને પીયામાંથી લિવેન તરફ પલટી નાખવાનું હતું. એ રીતે ફરેન્સનું નગરરાજ્ય, પિસા નગરને દરિયાથી વિખૂટું પાડી દઈને તેને તારાજ કરી નાખવા માગતું હતું. યુદ્ધની કાર્યવાહીએ આ મહાનુભાવને પિતાની યેજનાનો અમલ તૈયાર કરવા માટે કહ્યું.
લિયોનાર્ડોએ રિપબ્લિકની સંગ્રામ સમિતિને સમજાવ્યું કે તે અશકય છે અને અયોગ્ય છે. “એક જીવનની કિતાબ જેવા જીવતરની બાની બનેલા નગરને નાશ કરવાની કોઈપણ તરકીબ લિનાડ કરી શકશે નહિ. એણે હવે ચિતારે જ બની જઈને ચિતરવા માંડ્યું. એ ચિતારાની અથવા કલાકારની, નજર સામે