________________
૪૭૫
૧૯મા સૈકાનું જીવનરૂપ તરીકે ઓળખાયો. એણે મિલકત એ ચેરી છે, એવી યથાર્થ કહેવત ચાલુ કરી તથા ચોરીનું રક્ષણ કરનાર રાજ્યતંત્ર નામની સંસ્થાની નાબુદી માગી. કાર્લ માર્કસ સમાજવાદી વિચારસરણુના આ બધા અત્યાર સુધીના રૂપને તરંગી જાહેર કર્યું તથા વૈજ્ઞાનિક સમાજવાદ, અને આંતરરાષ્ટ્રિય સમાજવાદ અને આંતરરાષ્ટ્રિય મજુર હિલચાલને પાયે નાખ્યો. આ મહાન વિચારકે વિશ્વની મુડીવાદી અર્થ ઘટનાનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કર્યું તથા, સમાજવાદી સમાજ રચના તરફ ગતિ કરતા, સામુદાયિક પરિબળની ઐતિહાસિક વિવર્તનની છણાવટ કરી. શિક્ષણનું નવું રૂપ
ઈ. સ. ૧૮૪૧માં નુતન જગતની આવતી કાલની નિશાળનું ચિંતન પણ ક્રોબેલ તથા પેટાલેઝીએ શરૂ કર્યું તથા શિક્ષણની પ્રક્રિયાને કીન્ડર ગાર્ટનનું નુતન નામ આપ્યું. આ પછી તરત જ કેનીગ્સબર્ગની વિદ્યાપીઠના ચિંતન શાસ્ત્રના અધ્યાપક જોહાન હરબટે, શિક્ષકે માટેની તાલીમ શાળાઓ શરૂ કરી તથા શિક્ષણની નવી પદ્ધતિની રચના કરી. ખ્યાલ અથવા વિચારોના માનશાસ્ત્રની ક્રિયાઓના સંચાલન અને સંચાલનની એણે આ શિક્ષણ પદ્ધતિ યોજવામાં છણાવટ કરી તથા મનોવિજ્ઞાનના શિક્ષણ રૂપમાં સાઈકોલોજીકલ મેકેનીકસની ” અદા દાખલ કરી. જીવન ઈતિહાસનું નવું જૂનું સાહિત્યરૂપ
સાહિત્યના લેખનમાં આ સામાજિક હિલચાલને સુર ચાર્લ્સ ડીકેન્સે દાખલ કર્યો. એણે ફેકટરી પ્રથાનાં અનિષ્ટોને, જૂની શાળાના જુલ્મીકારભારને, ન્યાયની કંગાળ રીતભાતને તથા તેના વગય અને અસમાન સ્વરૂપને આલેખ્યું. એનાં આલેખન એ અનુભવ જ્ઞાનની ગંભીર એવી અસ્મિતાની સરળતા વડે અને કારૂણ્યથી ભરપુર એવી મજાક વડે યુરોપના સમાજ પર ઊંડી અસર કરી.
આ સમયમાંજ ઈતિહાસના સ્વચ્છંદ આલેખન જેવું, જોરદાર પ્રતિભાના શબ્દભારથી ભારેલું, ઉછળતા જળધોધમાંથી પથરાઓ ફેંકતું, તાકાતની સેવા પરાયણતામાંથી મારે તેની તલવારને ઈતિહાસના વીર પદ પર સ્થાપતું, થોમસ કારલાઇલનું સાહિત્ય સરજાયું. જેવા કારલાઈલ હતું તેવું આ સાહિત્ય દેખાયું. આ સાહિત્યમાંથી કારલાઈલનું રૂપ ક્યારેક ચિંતક તે કયારેક, ઈતિહાસકાર, સમાજશાસ્ત્રી, કથાલેખકના શંભુ મેળા જેવું દેખાતું. આ પ્રકારોમાં લેખક પોતે કે હવે તેને તોડ કાઢવાનો પ્રયત્ન થાય છે તે તેની કથા જેવો જ બહુરૂપી હોય એવું દર્શન થતું હતું. સાહિત્યમાં હોય તેવો સર્જન આનંદ કદિ પણ એણે ધારણ કર્યો નહીં અને વજનદાર શૈલિને બેજ ધારણ કરીને એના આલેખનો પછડાટ ખાધા કરતાં હતાં છતાં આ પછડાટને ધ્વનિ કારલાઈલના સાહિત્ય ભંડારને એક ચોક્કસ તાલ અને રાગ બન્યાં.