________________
૪૮૮
વિશ્વ ઈતિહાસની રૂપરેખા યંત્રનું તંત્ર અને સંસ્કૃતિનું સામ્રાજ્યવાદી સ્વરૂપ
ઉત્થાનયુગ પછી યંત્રની જમાવટ અને ઉત્પાદનનાં યંત્રોની રચના એક મેટું તંત્ર બની ગયું હતું. આ તંત્ર અથવા “ટેકનીક”નું મૂખ્ય રૂપ જીવન વહિવટને વ્યાપક બનાવવાનું હતું. જીવનના એકેએક વિભાગમાં આ વ્યાપતા હવે દેખાવા માંડી હતી. યંત્ર મારફત થતા ઉત્પાદનનું પ્રમાણ યંત્રને લીધે ખૂબ મેટું બની ગયું હતું. સમાજનું ધ્યેય સૌથી વધારેમાં વધારે માલ નિપજાવવાનું બન્યું હતું. આ માલના ઢગલા હવે વ્યાપક બનવાના હતા, તથા માલની અવરજવર માટે હવે યંત્રવાહને પણ બનવા માંડ્યાં હતાં. એટલા માટે આ જમાનાનું અર્થશાસ્ત્ર એમ કહેતું હતું કે હવે સૌથી વધારે સંખ્યામાં માણસોનું સૌથી વધારે સુખ લાવી શકાશે. આ અર્થશાસ્ત્ર, આદમ સ્મિથનું હતું.
મેટાં યંત્ર હવે નવાં યંત્રને બનાવતાં હતાં. જ્યારે યંત્રએ નવાં નવાં યંત્રો બનાવવા માંડયાં, ત્યારે માનવ સમાજની જરૂરિયાત અને હાજત સૌથી મોટા પ્રમાણમાં પુરી પડવા માંડી. આ રીતે યંત્ર અથવા યંત્રની આખી ઘટના, અથવા યંત્રનું તંત્ર આપણું સંસ્કૃતિને એક મોટે વિભાગ બન્યું. સંસ્કૃતિનું આવું સ્વરૂપ ઈતિહાસમાં ક્યારે શરૂ થયું તેની ચક્કસ તારીખ આપી શકાય નહીં પરંતુ સત્તરની સાલને આપણે તેના આરંભ તરીકે લઈ શકીએ. યંત્રની ઘટનાનું આ સ્વરૂપ વસમા સૈકા સુધી વધારેને વધારે વિકાસ પામ્યા કર્યું. આટલા સમય સુધીમાં એણે જીવનનાં તમામ ક્ષેત્રોને આવરી લીધાં, તથા તેને શાસન વહિવટ સામ્રાજ્યવાદી બન્યા. એમ યંત્રની રચનાના આ સ્વરૂપમાં લખંડ અને પિલાદ એ બે મૂખ્ય ધાતુઓ હતી. આ બે મુખ્ય વસ્તુઓએ જેવી રીતે યંત્રને વધારે વ્યાપક બનાવ્યાં તે જ પ્રમાણે તેમણે યુદ્ધનાં યંત્ર પણ બનાવ્યાં. આ રીતે એક બાજુ વધારેમાં વધારે સંખ્યાનાં માણસો માટે વધારેમાં વધારે માલ ઉત્પાદન તથા જીવનનાં સાધનોની બનાવટ શક્ય બન્યાં, પરંતુ તેની સાથે જ સંસ્કૃતિને નાશ કરી શકે તેવું વ્યાપકરૂપ, યુદ્ધ નામની સંસ્થાએ તથા સામ્રાજ્યવાદી શેષણે ધારણ કર્યું. યુદ્ધનાં યંત્ર, યુદ્ધની વ્યાપકતા અને લશ્કરમાં ફરજીયાત ભરતી
યંત્રની આવી ઘટના વડે લેખંડ અને પિલાદે યુદ્ધનાં યંત્રોનાં પ્રમાણ વધારી દેવાની જોગવાઈ કરી આપી. યંત્રની આ સંસ્કૃતિના સમયમાં ઈ. સ. ૧૯૦૦ સુધીમાં ભયાનક એવાં યુદ્ધનાં સાધન બની ગયાં. મોટી તપ, મેટાં યુદ્ધજહાજો, યુદ્ધને સામાન લઈ જનારી રેલના લાંબા રસ્તાઓ તથા યુદ્ધનાં શસ્ત્રસજની અવરજવરની ઝડપ વધારી મૂકનારાં વાહને વિગેરે વધી પડયું.