________________
૪૯૩
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ રૂપનું જ નિરૂપણ પામતું હતું. આ સત્યનું સ્વરૂપ એ હતું, કે પદાર્થ અથવા કાર્યનીતિ સત્ય છે કારણ કે મને એટલે અર્થમાનવને તે માફક આવે છે, અથવા મને તે ઉપયોગી છે. ઉપયોગિતાવાદ અથવા તકવાદનું જર્મન રૂપાન્તર
અંગ્રેજી અને અમેરિકન અર્થમાનવના આ તત્વચિંતનને જર્મનીના ભૂખ્યા અર્થમાનવે અથવા શાહીવાદી માનેએ સ્વીકાર્યું ત્યારે ત્યાં આ તસ્વચિંતન રૂપાન્તર પામ્યું, કારણ કે જર્મનીનું શાહીવાદીરૂપ હજુ સફળ નહેતું બન્યું. એને માફક આવે તેવાં સંસ્થાને મેળવવાનું કામ હજુ એને માટે બાકી હતું.
એટલે આ તકવાદની સમાજવિરોધી અને સંસ્કૃતિ વિરોધી, સ્વસંકુચિત સ્વાર્થી વિચારસરણું એ જર્મન ધરતી પર નિત્યેની વિચારસરણીમાં પિતાનું ભાષાંતર કર્યું. આ વિચારસરણીએ તકવાદના આખરી રૂપ સુધી લંબાઈને કહ્યું, “જ્ઞાન તે છે, જે, તાકાતની પ્રાપ્તિની નિર્ણય ક્રિયાનું સ્વરૂપ રચે છે અને સત્ય તે છે, જે તેને સફળ બનાવે છે.” વાણિજ્યનીતિનું આ ચિંતનનું રૂપ હવે સંસ્કૃતિને બધો સાથ ત્યજી દઈને તેને, નકારીને, આત્મસંરક્ષણ અથવા, આત્મ સ્થાપના ક્ષક એવા સ્વાર્થી કેકડામાં પેસતું હતું તથા માનવજાતના સંરક્ષણની સામાજિક માનવતાની બધી સંસ્કાર ભાવનાઓને ત્યાગ કરતું હતું. જર્મનીને તૃષાતુર શાહીવાદ તકવાદની તરવારનું મ્યાન ફેંકી દેતો હતો તથા સંસ્કૃતિની ઈમારતને ત્યાગ કરીને, પશુતાની બેડમાં પેસતો હતો. જગત મિથ્યા છે અને અહં સત્ય છે.
જર્મનીની ભૂમિ પર શાહીવાદી અર્થઘટના વિશ્વવિજ્યની તૈયારીઓ કરતી હતી ત્યારે, રખેને તે પિતાના તકવાદમાંથી ચળી જાય અથવા યુરેપની યાદવા સ્થળીના ખ્યાલથી ગોરાંમાનના અંદરઅંદરના સંહારની કલ્પનાથી તે ગી જાય તેમ ન બને તે માટે ગમે તે રીતે “ યુદ્ધાયુજસ્વ” નું સૂત્ર સમજાવનારી વિચારસરણીની જેમ જર્નનીનું ચિંતનશાસ્ત્ર પણ કહેતું હતું, કે, “સૌ મારી ક૯૫નાથી જ બન્યું છે. જગત આખું મારે તરંગ છે. તે તે નિમિત્ત માત્ર છે. અને હું, જગતને, “કાલેડસ્મિ લેક ક્ષય કૃત પ્રવૃત્તઃ ” એ અર્થમાનવ છું.”
જર્મનીને આવા અવાજવાળો તત્વચિંતક અર્નસ્ટ મેક નામને હતે. જેમ વિલીયમ જેમ્સના તકવાદી વાણિજ્ય ચિંતન શાસ્ત્ર પિતાનું માનસશાસ્ત્ર પણ નિપજાવ્યું હતું તે પ્રમાણે આ અર્નેસ્ટ મેકનું માનસશાસ્ત્ર કહેતું હતું કે પદાર્થ જગતનું આખરી રૂપ અથવા સત્યરૂપ, છેવટે માનસિક રંગ, અવાજે, દબાણો, ઉષ્ણુતા, ગંધ, વિગેરેનું બનેલું છે, અને આ બધાં છેવટે તે, મનુષ્યને થતાં સંવેદને