________________
૪૯૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા નામની મનક્રિયાઓ જ છે. આ મનક્રિયાઓને લીધે આપણને પદાર્થનું ભાન થાય છે પણ પદાર્થ જેવી કેઈચીજ છે જ નહીં. જે કંઈ છે, તે માત્ર હું છું.”
આ ચિંતનશાસ્ત્રનું નામ “ નેમીનાલીઝમ” અથવા નામવાદ પડયું. એણે કહ્યું કે જગત માત્ર, નામ વાળાં ચિહ્નોનું બનેલું છે અને મિથ્યા છે. આ મિથા જગતને વિજય કરવા જર્મન શાહીવાદી લશ્કરવાદ સંસ્કૃતિનાં બધાં વિવેક મૂલ્યને ત્યજી દઈને, જગતને પિતાના અહંની અંદર ગળી જવા નીકળતા હતું અને ૧૯મો સંકે, વશમા શતકમાં પ્રવેશતે હતે. શાહીવાદી સંહારક્તાનું પુજન અર્ચન
માનવજાતનું વિધાન ઘડવાની વિધાયક તાકાતની શાહીવાદી સમશેર હવે જરમનીએ ધારણ કરવા માંડી હતી. આ સમશેરની પુજા અર્ચના જર્મનીમાં શરૂ કરનાર મહાન ચિંતક હેગલ હતો. હેગલના ઉંધે માથે અને ઉંચા પગે ઉભેલા ચિંતને જરમન અથવા પ્રશિયન સ્ટેટને, વિશ્વ ઈતિહાસના સર્વોપરિ વિધાયક બનવાને સિદ્ધાંત આપી દીધું હતું.
પછી એલેકએંડર-ડી-ગેબીને નામના ફેંચ ઉમરાવે “માનવજાતની અસમાનતા” નામનું પુસ્તક લખીને ઈ. સ. ૧૮૫૩માં જરમન નેરડીક માનવજાતની લેહીની શુદ્ધિ તથા ઔલાદની સર્વોપરિતાને સાબીત કરી. આ સિદ્ધાંતછળનું સ્વરૂપ ત્યારપછીથી વેગનરની દિકરી સાથે લગ્ન કરનાર હેસ્ટન, ટુઅર્ટ, ચેંબરલેન નામના એક અંગ્રેજે ઈ. સ. ૧૮૯૯ માં “ઓગણીસમાં સૈકાના પાયા,” નામનું પુસ્તક લખીને પેલા પ્રપંચવાદની જમ્બર હિમાયત કરી, અને જાહેર કર્યું કે યુરેપની ટયુટોનિક માનવજાત અને એશિયા આફ્રિકાની સેમીટીક માનવજાત વચ્ચે કુદરતી કલહ ચાલુ છે તથા પરિણામમાં ટયુટોનિક નામની ઉચ્ચ માનવજાત માલીક રહેવાને, અને સેમિટિક જાત ગુલામ રહેવાને સરજાયેલી છે. આ બે લેખકોમાં એક ત્રીજો ઉમેરાઈ ચૂક્યો હતે આ ત્રીજાનું નામ કારલાઈલ હતું. એણે મનુષ્યના કેઈપણ અધિકારનું ખંડન કરીને એકલી વીરની સમશેરને સર્વ અધિકાર સુપરત કરી દીધા હતા. એણે જંગલના આવેશથી ઉભરાતાં પ્રતિપાદન કર્યું હતું કે, “વિશ્વ ઈતિહાસ અથવા માનવજાતે આ દુનિયામાં જે કંઈ સંપાદન કર્યું છે તેને ઈતિહાસ એટલે વીરપુરૂષોને ઈતિહાસ જ સાચે ઈતિહાસ છે.”
વીરેની સમશેર નીચે ઈતિહાસની ગરદન ઝુકાવી દેનાર આ કારલાઇલે જરમન શાહીવાદના ઘાતકી સ્વરૂપને ઈતિહાસને સિદ્ધાંત બનાવીને પ્રપંચીપા સુપ્રત કરી દીધું અને જરમનશાહીવાદના માંધાતા બિસ્માર્ક આ કારલાઈલ