________________
યુરેપની ઔદ્યોગિક કાતિ અને સામ્રાજ્યવાદ
૪૯૫ ને “ પ્રશિયન, ઓડી, પિર, લી, મેરીત"ને ઈલ્કાબ એનાયત કર્યો, તથા જરમન શહેનશાહે એની કબર પર બહુમાન કરતી પુષ્પમાળા ચઢાવી, તથા પિતાની જાતમાં ઈશ્વરી આરોપણ કર્યું. તે ઇશ્વરી અવતારે અને ઇધરી પ્રજાઓના છળ
પિતે ઈશ્વરી અવતાર છે એવું કથન પ્રાચીન ઈતિહાસમાં રજવાડાશાહીના જમાનાથી એ જમાનાના આગેવાન અને શાસક એવા શહેનશાહએ પિતાને માટે શરૂ કર્યું હતું. પછી શહેનશાહનું શાસન ચલાવનાર શહેનશાહે ઇતિહાસમાંથી અલેપ થયા અને ઉપયોગવાદી વાણિજ્યના આગેવાને અથવા મુડીપતિઓ પાસે શાસનને વહિવટ આવી ગયો. આ જમાનામાં જે દેશમાં આવું શાસન થયું તેના શાસનના વાહકેને મુડીપતિવર્ગ પિતાને અવતારી વર્ગ અથવા અવતારી ગોરીજાત માનવા લાગ્યા. આવા શાહીવાદી જમાનાના ઈજારાવાદી ઊગવાદે, જરમન દેશમાં આવા ઉદ્યોગપતિઓના વર્ગો અથવા જરમન પ્રજાને પિતાને ઈશ્વરી અથવા દૈવી પ્રજા માનવાનું શરૂ કર્યું. આ માન્યતાની પ્રેરણું ત્યાંના ઉદ્યોગપતિઓએ ધારણ કરી. આ રીતે પ્રાચીન શહેનશાહતમાં શહેરશાહએ પિતાની જેવી દિવ્યતા જાહેર કરી હતી તેવી જ દિવ્યતા, જરમન શાહીવાદના ફાસીસ્ટ રવરૂપવાળા ઉદ્યોગપતિઓના જર્મનવર્ગે ધારણ કરવા માંડી.
રજવાડી સંસ્કૃતિની શરૂઆતથી જ માનવસમુદાય પર પોતાનું જુલ્મી શાસન ઠોકી બેસાડવાના પાયામાં રહેલી આવી માન્યતાઓએ ઈતિહાસને શો હાલ કર્યો તે આપણે ઈતિહાસમાં જોઈ ગયા છીએ. પરંતુ નવા જમાનામાં પણ જગતને જીતવા નિકળનાર જર્મન ઉદ્યોગવાદી શાહીવાદી ઘટનાએ જગતપરનું પિતાનું આક્રમણ શરૂ કર્યું તથા તેને ઈશ્વરી જર્મન જાતના કર્તવ્ય તરીકે ગણાવવાને આરંભમાં પ્રયત્ન કર્યો.
કેસર વિલીયમ બીજાએ પહેલા વિશ્વયુદ્ધ સમયે જગતને જાહેર કર્યું હતું કે “યાદ રાખે કે હમે જર્મન લેકે ઈશ્વરે પસંદ કરેલી મહા પ્રજા છીએ અને એ મહા પ્રજાના સરનશીન જેવા મારી અંદર ઈશ્વરને અવતાર થયો છે.” પછી આ ઈશ્વરના તૈયાર થએલા અવતારે પહેલા વિશ્વયુદ્ધના ઉંબરા જેવા બેલ્જિયમ પર આક્રમણ કર્યું ત્યારે પેલી ઈશ્વરી જર્મન સરકારે જાહેરાત કરી કે “હવે અમારે જગત જીતવાની જરૂર પડી છે અને એ જરૂરિયાતને લીધે અમે કોઇપણ કાનૂનની ગણના કરવાને તૈયાર નથી. અમે બેજીઅમ અને લકઝેમ. બર્ગની સરકારોની વાંધા અરજી સ્વિકારીએ છીએ પરંતુ જ્યારે અમે આગળ વધવા માગીએ છીએ ત્યારે અમે આગળ જ વધવા માંગીએ છીએ.”