________________
૫૦૪
વિશ્વ ઈતિહાસની રૂપરેખા સામ્રાજ્યવાદનું આક્રમણ રૂપ
૧૯ મા સૈકા સુધી આફ્રિકા પર સામ્રાજ્યવાદી અવતરણ થયું હતું. સિકાઓ સુધી પિતાના ભૂમધ્યના કિનારાનીજ યુરોપને તે ખબર હતી પરંતુ એ કિનારાથી આગળ સહરાથી દક્ષિણે યુરોપનો પગપેસારે ઘણા સમય સુધી થયે નહે. ઘણું સૈકાઓ પર પાટુંગીએ ભૂમધ્યને પશ્ચિમ કિનારે શોધી કાઢયે હતું તથા ઈ. સ. ૧૪૯૮ માં તેઓ કેપ સુધી પહોંચ્યા. તેમણે ત્યાં કઈ થાણું નાખ્યું ન હતું. પછી દર પૂર્વ પ્રદેશોમાં જવા માટેના કેપના રસ્તાને કબજે ડચ લેકોએ લીધે, અને ડચ લેકેએ કેપના પ્રદેશ પર પિતાના “બેર' ખેડૂતને વસવા માટે મોકલ્યા. આ રીતે ત્યારના દક્ષિણ આફ્રિકામાં “બેર ” લેકની વસાહતને આરંભ થયો. પછી અંગ્રેજે પણ આ ભૂમિ તરફ ખેંચાયા. આરંભમાં તેઓ ગુલામોને વેપાર જમાવવા માટે એટલે આફ્રિકાની આ ધરતી પરનાં નરનારીઓ અને દિકરાદિકરીઓને બળજબરીથી પોતાનાં વહાણોમાં જકડી લઈને, પછી તેમને અમેરિકાનાં માલીકને ત્યાં વેચવાનો વેપાર જમાવવા માટે અહીં આવી પહોંચ્યા. માનવજાતની માટી વેચનારી આ અંગ્રેજી કંપનીઓએ પિતાની સરકાર પાસે ચારટર કરાવેલાં પોતાનાં વેપારી થાણાં, આફ્રિકાના આ પશ્ચિમ કિનારાઓ પર ઈ. સ. ૧૬૬૩ માં નાખ્યાં. અંગ્રેજી વાણીજ્ય માનવીને વેચવાનો વ્યાપાર શરૂ કરીને પછી આફ્રિકાના આ પ્રદેશની અંદર ઘૂસીને પિતાને વેપાર વિક્સાવવા માટે “આશાન્ટી” નું મથક મેળવ્યું. પછી લાગોસને તેમણે પિતાના આફ્રિકન સામ્રાજ્યમાં છે. સ. ૧૮૬૧ માં ઉમેરી લીધું અને ત્યાંથી અંગ્રેજોએ ઉત્તરપૂર્વ, અને દક્ષિણ નાઇગેરિયાનો કબજે કર્યો. આ રીતે અંગ્રેજોએ પિતાની યુનાઈટેડ કિંગડમથી ત્રણ ગણું મોટા પ્રદેશ પર પિતાનું સામ્રાજ્ય કોતરી કાઢયું.
પછીથી આફ્રિકાની આ ભૂમિને પચાવી પાડવા માટે યુરોપના સામ્રાજ્ય વાદી દેશેએ પડાપડી કરવા માંડી. ફ્રાન્સ એજીયર્સ, માડાગાસ્કર, આનામ અને ટેન્કીનના પ્રદેશે પડાવી લઈને ફ્રેંચ સામ્રાજ્યવાદ તરીક પિતાની જાતને જાહેર કરી. જર્મનીએ આફ્રિકાના દક્ષિણ પશ્ચિમ અને પૂર્વ વિભાગ પર પોતાને પડાવ નાંખી દીધો હતો, તથા કેમેરૂમાં પિતાનાં થાણાં બાંધવા માંડ્યાં હતાં. આ ઉપરાંત ન્યુગીની તથા પાસિફિકના ઘણા ટાપુઓ ઉપર તેણે કબજો કર્યો હતા. ચીનના પીળા સમુદ્રમાં કીઆવવુ બંદર પર એની હકુમત શરૂ થઈ ગઈ હતી. ઈટાલીએ આફ્રિકાના એબિસિનીયા પર પોતાનું સામ્રાજ્ય જમાવવા આડવા ઉપર ચઢાઈ કરી હતી, પરંતુ ત્યાંથી પાછા હાંકી કઢાયેલા આ સામ્રાજ્યવાદે