________________
વિકવ ઈતિહાસની રૂપરેખા ધાર્મિક સ્વરૂપે તથા ચિંતન. શાસ્ત્રનું "પ્રેગમેટીઝમ' નામનું રૂ૫ રચ્યું તથા સત્યનું સ્વરૂપ ઉપયોગી પણું છે તેવું કહ્યું. આપણી સિદ્ધાં તિક વિચારણા પણ આ ઉપગિતાવાદની રીતે થતી વ્યવહાર નીતિ છે એમ એણે સમજાવ્યું. માનવ સમાજના વ્યવહારમાં જે જે આચારનો આપણે સ્વીકાર કરીએ છીએ તે આપણું કલ્યાણ અને સલામતિ માટેજ હોય છે એમ આ ચિંતનશાસ્ત્ર સમજાવવા માંડ્યું. નફાની પ્રાપ્તિને પિતાની સલામતિ અને કલ્યાણ પ્રવૃત્તિ તરીકે સ્વીકારી
ને આ નફાની વ્યવહાર નીતિને બહુજન કલ્યાણ વાળી હોવાનું અર્થકારણ પણ વાણિજ્ય નીતીએ ઉપજાવ્યું હતું. હવે એજ વાણિજ્યનીતિના ચિંતનશાસ્ત્ર જીવન વ્યવહારને ઉપયોગિતાવાદ અથવા તકવાદના મૂલ્યમાં સમજાવવા માંડ્યા તથા સત્યના સ્વરૂપને ઉપયોગ મૂલ્ય અથવા તકમૂલ્ય વાળું જાહેર કર્યું.
વાણિજ્યના વ્યવહારનું આ ચિંતનશાસ્ત્ર જે જે તક આવે તે ઝડપી લઈને ઉપયોગ કરી લેવાની અને લાભ ઉઠાવી લેવાની વ્યવહાર નીતિનું પ્રતિપાદન કરતું હતું. જે ઉપયોગી હતું, તે જ સત્ય હતું એટલું સીધું સાદું આ સંસ્કૃતિરૂપ બની ગયું હતું. આ ઉપયોગિતાવાદના વ્યવહાર, તકવાદની વ્યવહારનીતિ ધારણ કરી એટલે અર્થપ્રાપ્તિ સત્ય અને નૈતિક બનતી હતી અને ઉપયોગી પણ સાબીત થઈ હતી. બસ સત્યનું એજ સ્વરૂપ હતું. આ સ્વરૂપને વાણિજ્યનીતિએ ધારણ કર્યું હતું. આ સ્વરૂપ ખરેખર કલ્યાણકારી હતું ? માનવ સમાજને એ કલ્યાણકારી નિવડ્યું હતું ? માનવસમુદાય વચ્ચે એણે વધુ નેહ ભાવ બાંધ્યો હતો ? રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે, એણે સમાન સહચાર અને બીન દરમ્યાનગીરિ અપનાવી હતી ? જગતનું શોષણ કરનારી અને તેને પરાધીન બનાવનારી સામ્રાજ્યવાદી ઘટનાનું આ સત્ય સ્વરૂપ આવા સવાલના જવાબ દેવાને બદલે ઉપયોગિતાવાદની વાણિજ્યનીતિ વડે વિશ્વવિજય કરવા નીકળી ચૂક્યું હતું. આવાં ચિંતનનાં પરિણામો પાછળ વાણિજ્યનીતિની શુકતૃષ્ણાનું તત્ત્વચિંતન, સામ્રાજ્યવાદના