________________
યુરેપની ઔદ્યોગિક કાતિ અને સામ્રાજ્યવાદ
૪૮૭ તેનું રાજકીય સ્વરૂપ પણ હંમેશાં દેખાયા કરતું હતું. આ રૂપ લેકશાસનને, લેકસમુદાયમાં ઉતરવા દેતું ન હતું. આ અર્થકારણના જીવનવહિવટને નિયમ
સપ્લાય અને ડીમાન્ડ” નામના બે પૈડાં ઉપર ફર્યા કરે છે અને વિકાસ પામ્યા કરે છે એમ તે સમયનું અર્થકારણ સમજાવતું હતું. પરંતુ ઉત્પાદન અને જરૂરિઆતનાં બે ચક્રો ઉપર આગળ વધતા સામ્રાજ્યવાદી વ્યવહાર હવે જીવનવહિવટના વિકટ પંથ પર ચઢી ચૂક્યો છે તેની ખાત્રી થતી જતી હતી. હરિફાઈના રૂપવાળી વિકટ પરિસ્થિતિ સંસ્થાનમાં ભૂખમરાને અને રોગચાળાને ભયાનક રીતે તિવ્ર બનાવતી હતી તથા સામ્રાજ્યવાદી દેશમાં એક બીજા સાથે સંહાર કરવા માટે યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરાવતી હતી.
આખા જગતને ગુલામ બનાવનાર સૌથી મોટો સામ્રાજ્યવાદ અંગ્રેજી સામ્રાજ્યવાદ બન્યો હતો. અંગ્રેજી સામ્રાજ્યની યંત્રજાળ ચલાવનાર ચક્કીનું મધ્યબિંદુ ઈગ્લેંડ નામનો નાને સરખો ટાપુ હતું. આ ટાપુએ સૌથી પ્રથમ પિતાની પડોશી પ્રજાઓને, આયલેંડ અને સ્કોટલેંડની પ્રજાઓને, ગુલામ બનાવી હતી. પછી જગતના સૌથી મોટા ભાગ પર અંગ્રેજી સામ્રાજ્યવાદની જાળ પથરાવા માંડી હતી. આ સામ્રાજ્યની હકૂમત નીચે ઓસ્ટ્રીયા, કેનેડા, ન્યુ ફાઉન્ડલેન્ડ, ન્યુઝીલેંડ અને સાઉથ “આફ્રિકાના પ્રદેશ આવી ગયા હતા. પછી સામ્રાજ્યની પકડ નીચે મહાન મોગલ શહેનશાહતની બધી ભૂમિ આવી ગઈ. પછી સામ્રાજ્યવાદની જાળ બલુચિસ્તાન, બ્રહ્મદેશ અને એડન પર છવાઈ ગઈ. ત્યાર પછી આ સામ્રાજ્યવાદના સકંજામાં ઈજી આવી ગયું, અને જામાઈકા, બહામા, બર્મુડા, અને માલ્યાના પ્રદેશો પણ આવ્યા. સિલેન ત્રીનીદાદ ફીજી, જીબ્રાલ્ટર અને સેન્ટ હેલિના પર પણ આ અંગ્રેજી સામ્રાજ્યનાં થાણું બેસી ગયાં. જેવું પ્રાચીન જમાનામાં આખા જગતનું કારખાનું, તથા કેદખાનું રોમન સામ્રાજ્ય હતું તેવું વીસમા શતકમાં આખી દુનિયાનું કારખાનું તથા કેદખાનું અંગ્રેજી સામ્રાજ્યવાદ બન્યું. આ સામ્રાજ્યનું અંગ્રેજી કારખાનું જે કંઈ નિપજાવતું હતું તે બધું નફાર રૂપ ધારણ કરીને સામ્રાજ્ય નામના બજારમાં વેચાતું હતું. સામ્રાજ્ય નામનું આ બજાર પિતાની વેઠ જેવી મજૂરી વડે જે કંઈ ઉપજાવતું હતું તે બધે કાચે માલ પાકી નિપજ બનવા માટે બ્રિટન નામના કારખાનામાં પહોંચી જતા હતા. આ વાણિજ્યરૂપનું વિષચક આખા જગત પર અંગ્રેજી સામ્રાજ્યવાદી ઘટના બનીને ફરતું હતું. આ ઘટનામાં આખી દુનિયા એટલે, એશિયા અને આફ્રિકાનું જગત જણે શૂન્ય બની ગયું હતું તથા તેના પર સામ્રાજ્યવાદી કફન ઢંકાઈ ચૂકયું હતું.