________________
યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિ અને સામ્રાજ્યવાદ
૪૮૫
ગયા પછી સાના રૂપા અને ઝવેરાતના પર્યંત જેવી આ બાદશાહતની માટીના પાયા હચમચી ઉઠશે તથા ત્યારે પોતાના સામ્રાજ્યને અહી રાપી શકવાના આરંભ કરાશે. હિંદી શહેનશાહતના માટીના પગ પૂર્વની પ્રાચીન એવી શહેનશાહતના રૂપવાળાજ હતા. બિ'ખિસાર અને ચન્દ્રગુપ્તની શહેનશાહતનું સ્વરૂપ જેવું હતું, તેવું જ આટલા સમયથી વિકાસ પામ્યા વિનાનું અને અનિયંત્રિત એવું શાસન, આ પ્રાચીન ભૂમિ પર ઊભું હતું. આ અનિયંત્રિત રૂપમાં શહેનશાહના મરણ પછી ગાદી પર આવવાના કાઈ ચોક્કસ નિયમ પણ આ શહેનશાહતમાં આજ સુધીમાં રચાયે। ન હતો. પરિણામે શહેનશાહતના મરણ પછી તેના દીકરામે આખી શહેનશાહતને હચમચાવી નાખે તેવા, ગાદી માટેને આંતર વિગ્રહ કરતા હતા. ઔરંગઝેબ ગાદી પર આભ્યા ત્યારે શહેનશાહતનું નિયંત્રણ રુપ કેવુ પાલું હતું. તે દેખાઈ ગયું. ભારતની ભૂમિ પર શાસન સંસ્થાનું આ સ્વ રુપ સૈકાઓથી આવું જ ચાલ્યું આવતું હતું. સૈકાઓ સુધી એના નિયંત્રણમાં ફેરફાર પડયા નહોતા. આ ક્ષતિ સૌથી વધારે ચોકખી હવે દેખાઈ ગઈ. ઔર ગઝેબે ઇસ્લામની ટૂંકી દૃષ્ટિ ધારણ કરીને 'દીરા તોડવા માંડયાં, એટલું જ નહી પણ બિજાપુર અને ગેાવળકાંડાના ઇસ્લામી રાજયાને પણ નાશ કર્યાં. પછી નેવું વર્ષની ઉંમરે જ્યારે આ બાદશાહ મરણ પામ્યા ત્યારે આ શહે નશાહતની હકૂમત નીચેનાં બધાં રજવાડાં પરસ્પરના અને દરેક સામે. સૌના દુશ્મનાની છાવણી હાય તેવાં દેખાયાં. એવી અંદરથી જ ખવાઈ ગયેલી આ શહેનશાહત પર બહારથી મેાતના ફટકા શિવાજીએ લગાવ્યા, અને તેણે પણ એવી જ ખામીવાળી નવી બાદશાહત ખાંધી. એટલે આ દેશ પર શાસનના રાજવહિવટની એકતા આવી શકી નહિ. લૂંટારા જેવા રજવાડાઓએ, આ ભૂમિનું જ શરીર ગૂંથવા માંડયું. અંદર અંદરના વિચ્છેદથી ભેદાઈ ગયેલા આ મહાન દેશ ત્યારે પરદેશીઓનું પ્યાદું બનીને પડયા, પેાતાની સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થાની વિચ્છેદ નીતિ નીચે પતન પામેલા, આ પ્રાચીન રાષ્ટ્રને પાતાનું સંસ્થાન બનાવવા આવેલી યુરેાપની સામ્રાજ્યવાદી વાણિજ્ય પધ્ધતિના પ્રતિનીધીઓમાંથી પેઢુ ગાલ અને હાલેંડ પાછા પડયા હતા પણ પછી હિંદને ગુલામ બનાવવા માટે ફ્રાન્સ અને ઈંગ્લેંડ વચ્ચે તીવ્ર હરિફાઇ જાગી ઉઠી હતી. અંગ્રેજોએ આવા અચેતન પડેલા દેશ પર પાણીપતના યુદ્ધમાં ફટકા લગાવ્યા, અને ઇસ્ટ ઇન્ડિયા, કંપની હિંદની માલિક બની ચૂકી. હિંદુ બ્રિટનનું ગુલામ સંસ્થાન બન્યા. સામ્રાજ્યવાદનું સ્વરૂપ, વતનમાં અને સંસ્થાનમાં
કાઇપણ સામ્રાજ્યવાદનું સ્વરુપ પેાતાના વતનમાં પણ પોતાના શ્રમમાનવાનું શાષણ કરીને યંત્ર–ઉત્પાદન વધારવાનુ ાય છે. આ શાષણ મારફત અંગ્રેજી